News of Friday, 6th March 2026
અમેરિકા ભારતને ચીન જેવા છૂટછાટના આર્થિક લાભો નહીં આપે: યુએસ ડેપ્યુટી સેક્રેટરી ક્રિસ્ટોફર લેન્ડોની સ્પષ્ટતા
વોશિંગ્ટન હવે ભારત સાથેના ટ્રેડ ડીલ મામલે ખૂબ જ સાવચેતી વર્તી રહ્યું છે અને ચીન જેવી આર્થિક છૂટછાટ ભારતને આપવામાં આવશે નહીં

વ્યાપાર કરારમાં અમેરિકા ભારત સાથે સાવચેતીથી કામ લઈ રહ્યું છે અને ભૂતકાળમાં ચીનને આપેલા ફાયદા ભારતને નહીં આપવાની અમેરિકી અધિકારીએ વાત કરી.
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વ્યાપાર વાટાઘાટો અંગે યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફર લેન્ડોએ એક મોટું અને સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં અમેરિકાએ ચીનને અઢળક આર્થિક ફાયદા અને ટ્રેડમાં સવલતો આપી હતી, જેના પરિણામે ચીન આજે અમેરિકા માટે એક મોટી હરીફ મહાસત્તા બની ગયું છે. આ ભૂલમાંથી બોધપાઠ લઈને વોશિંગ્ટન હવે ભારત સાથેના ટ્રેડ ડીલ મામલે ખૂબ જ સાવચેતી વર્તી રહ્યું છે અને ચીન જેવી આર્થિક છૂટછાટ ભારતને આપવામાં આવશે નહીં
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
