News of Friday, 6th March 2026
યુપીએસસી ૨૦૨૫માં ગુજરાતનો ડંકો: સ્પીપા સંસ્થામાં તાલીમ પામેલા ૩૪ યુવાનો સિવિલ સર્વિસ માટે પસંદ થયા
આ કઠિન પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ સહિતની ઉચ્ચ સેવાઓ માટે પસંદગી પામ્યા

ગુજરાતના યુવાનોએ સિવિલ સર્વિસમાં મોટી સફળતા મેળવી છે. રાજ્યની સ્પીપા સંસ્થાના ૩૪ ઉમેદવારોએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા લેવાયેલી સિવિલ સર્વિસિસ પરીક્ષા ૨૦૨૫ ના જાહેર થયેલા પરિણામોમાં ગુજરાતના યુવાનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુજરાત સરકારની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પીપા) ખાતે તાલીમ મેળવનારા ૩૪ જેટલા ઉમેદવારોએ આ કઠિન પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ સહિતની ઉચ્ચ સેવાઓ માટે પસંદગી પામ્યા છે. આ આંકડો રાજ્યમાં સિવિલ સર્વિસ પ્રત્યે વધતી જાગૃતિનો પુરાવો છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
