<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રાજકારણમાં ઈમાનદારી અને પારદર્શિતા મુશ્કેલ છે, મૂલ્યો માટે લડનારાઓએ માર ખાવા તૈયાર રહેવું પડે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ યુવા વિદ્યાર્થીઓ સાથેના એક કાર્યક્રમમાં વર્તમાન રાજકીય વાતાવરણ અંગે ખુલ્લા મને વાતચીત કરી

વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાજકારણમાં પારદર્શિતા ચોક્કસ શક્ય છે, પરંતુ તે માર્ગ અત્યંત કઠિન અને સંઘર્ષપૂર્ણ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ યુવા વિદ્યાર્થીઓ સાથેના એક કાર્યક્રમમાં વર્તમાન રાજકીય વાતાવરણ અંગે ખુલ્લા મને વાતચીત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને વાસ્તવિકતાનો ખ્યાલ આપતા જણાવ્યું કે આજના સમયમાં ઈમાનદારીથી રાજકારણ કરવું અત્યંત મુશ્કેલ છે. જે લોકો નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો સાથે રાજકારણના મેદાનમાં ઉતરે છે તેમણે ઘણું સહન કરવા, નિશાન બનવા અને રાજકીય રીતે માર ખાવા માટે પણ તૈયાર રહેવું પડે છે. જોકે, તેમણે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું કે કઠિન હોવા છતાં રાજકીય વ્યવસ્થામાં પારદર્શિતા અને ઈમાનદારી લાવવી અશક્ય નથી

(7:43 PM IST)