News of Friday, 6th March 2026
વિકાસના કામોમાં રાજ્યો ધીમા: એપ્રિલથી જાન્યુઆરી વચ્ચે રાજ્યોનો મૂડી ખર્ચ તેમના બજેટના માત્ર ૫૧.૮ ટકા જ રહ્યો
રાજ્ય સરકારો પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં અને ફાળવેલા નાણાંનો યોગ્ય સમયમર્યાદામાં સદુપયોગ કરવામાં ઢીલાશ

સીએજીના રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારની સરખામણીમાં મોટાભાગની રાજ્ય સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂડી વિકાસના પ્રોજેક્ટ્સ પાછળ બજેટ વાપરવામાં ઘણી પાછળ રહી ગઈ છે.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (સીએજી) ના તાજેતરના આંકડાઓ રાજ્યોના આર્થિક આયોજનની ધીમી ગતિની ચાડી ખાય છે. રિપોર્ટ અનુસાર, દેશના વિવિધ રાજ્યોએ નાણાકીય વર્ષ ૨૦૨૬ ના એપ્રિલથી જાન્યુઆરી સુધીના ૧૦ મહિનાના સમયગાળામાં તેમના નિર્ધારિત મૂડી ખર્ચ (કેપેક્સ) ના બજેટમાંથી માત્ર ૫૧.૮ ટકા રકમ જ ખર્ચી છે. આ ડેટા સ્પષ્ટ કરે છે કે જ્યારે કેન્દ્ર સરકાર માળખાગત વિકાસ પાછળ ઝડપથી નાણાં ખર્ચી રહી છે, ત્યારે રાજ્ય સરકારો પ્રોજેક્ટ્સ મંજૂર કરવામાં અને ફાળવેલા નાણાંનો યોગ્ય સમયમર્યાદામાં સદુપયોગ કરવામાં ઢીલાશ દાખવી રહી છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
