હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારની દીકરીએ ઇતિહાસ બદલ્યો: રણવીર સેનાના પૂર્વ સુપ્રીમો બ્રહ્મેશ્વર મુખિયાની પૌત્રી આકાંક્ષા સિંહ UPSC માં સફળ, બિહારના ૪ તેજસ્વી તારલાઓનો ‘ટોપ-૨૦’ માં દબદબો
ગઈકાલના ‘બાહુબલી’ વારસાથી સનદી અધિકારી સુધીની સફર: આકાંક્ષા સિંહે ૩૦૧મો રેન્ક મેળવી ભોજપુરનું નામ રોશન કર્યું; મુઝફ્ફરપુરના રાઘવ ઝુનઝુનવાલા દેશમાં ચોથા ક્રમે

પટના:બિહારના લોહિયાળ સામાજિક ઇતિહાસ અને જાતિગત સંઘર્ષના પ્રતીક સમાન ‘રણવીર સેના’ના પરિવારમાંથી એક નવી અને પ્રેરણાદાયી ખબર સામે આવી છે. રણવીર સેનાના સ્થાપક અને પૂર્વ સુપ્રીમો સ્વ. બ્રહ્મેશ્વર મુખિયાની પૌત્રી આકાંક્ષા સિંહે દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ૩૦૧મો ક્રમ મેળવીને મોટી સફળતા હાંસલ કરી છે. જે પરિવારનો ભૂતકાળ સંઘર્ષો અને વિવાદોથી ભરેલો રહ્યો છે, તે જ પરિવારની દીકરી હવે વહીવટીતંત્રનો હિસ્સો બનીને દેશસેવા કરવા સજ્જ થઈ છે.
ઇન્દુ ભૂષણ સિંહની પુત્રી આકાંક્ષા સિંહે સાબિત કરી દીધું છે કે સંજોગો ગમે તે હોય, જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો સફળતા ચોક્કસ મળે છે. ભોજપુર જિલ્લાના ખોપીરા ગામની આ દીકરીની સફળતાથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે. મુખિયાના વારસાને હવે બંદૂકના અવાજથી નહીં પણ કલમની તાકાતથી ઓળખવામાં આવશે, તેવો ગર્વ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે.
બિહારના લાલનો UPSC માં ડંકો: માત્ર આકાંક્ષા જ નહીં, પરંતુ આ વર્ષે UPSC માં બિહારના ઉમેદવારોએ અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે. કુલ ૯૫૮ સફળ ઉમેદવારોમાં બિહારના ચાર તેજસ્વી વિદ્યાર્થીઓએ ‘ટોપ-૨૦’ માં સ્થાન મેળવ્યું છે:
રાઘવ ઝુનઝુનવાલા (મુઝફ્ફરપુર): દેશમાં ૪થો ક્રમ મેળવી બિહારનું ગૌરવ વધાર્યું.
ઉજ્જવલ પ્રિયંક (પટના): ૧૦મો ક્રમ મેળવી ટોપ-૧૦ માં સ્થાન બનાવ્યું.
મોનિકા શ્રીવાસ્તવ (ઔરંગાબાદ): ૧૬મો રેન્ક મેળવી સફળતાનો પરચો આપ્યો.
રવિરાજ (નવાદા): ૨૦માં સ્થાને રહીને આદિવાસી અને પછાત વિસ્તારોના યુવાનો માટે પ્રેરણા બન્યા.
રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ આ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક-૧ મેળવ્યો છે, પરંતુ જે રીતે બિહારના અંતરિયાળ વિસ્તારોમાંથી મધ્યમ વર્ગના યુવાનો ટોચ પર પહોંચ્યા છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે બિહાર ફરી એકવાર ‘IAS ફેક્ટરી’ તરીકે ઉભરી આવ્યું છે. બેગુસરાયની રૂચી સિંહે પણ ૧૭૧મો ક્રમ મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
