હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દુનિયા પર ‘મહાયુદ્ધ’ના વાદળો: કિમ જોંગ ઉને ૫,૦૦૦ ટનનું પરમાણુ વિનાશક જહાજ ઉતાર્યું, અમેરિકા-દક્ષિણ કોરિયાની કવાયત પહેલા ઉત્તર કોરિયાની ખુલ્લી ચેતવણી
ઈરાન પરના હુમલા બાદ કિમ જોંગ ઉન એક્શન મોડમાં: ‘ચો હ્યોન’ ડિસ્ટ્રોયર અને વ્યૂહાત્મક ક્રુઝ મિસાઈલનું પરીક્ષણ કરી દુશ્મનોને ફફડાવ્યા; ૯ માર્ચથી શરૂ થનારી ‘ફ્રીડમ શીલ્ડ’ કવાયત સામે પ્યોંગયાંગે રણશિંગુ ફૂંક્યું

પ્યોંગયાંગ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે કોરિયન દ્વીપકલ્પ સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર કોરિયાના આક્રમક નેતા કિમ જોંગ ઉને અમેરિકા અને દક્ષિણ કોરિયાની આગામી સંયુક્ત લશ્કરી કવાયત ‘ફ્રીડમ શીલ્ડ’ ના જવાબમાં પોતાની તાકાતનું ભયાનક પ્રદર્શન કર્યું છે. કિમે સતત બે દિવસ સુધી ૫,૦૦૦ ટન વજન ધરાવતા નવા અને અત્યંત ઘાતક વિનાશક જહાજ "ચો હ્યોન" (Cho Hyon) નું નિરીક્ષણ કર્યું છે, જે હવે પરમાણુ શસ્ત્રોથી સજ્જ થવા માટે તૈયાર છે.
નિષ્ણાતોના મતે, કિમનું આ પગલું માત્ર સામાન્ય લશ્કરી પરેડ નથી, પરંતુ ઈરાન પર અમેરિકાએ કરેલા તાજેતરના હુમલાઓનો આક્રમક વળતો જવાબ છે. પ્યોંગયાંગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેમની નૌકાદળ હવે પાણીની સપાટી ઉપરથી જ નહીં, પરંતુ દરિયાના ઉંડાણમાંથી પણ પરમાણુ પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. કિમ જોંગ ઉને ચેતવણી આપી છે કે જે કોઈ પણ તેમની સંરક્ષણ શક્તિ પર શંકા કરશે તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
બીજી તરફ, અમેરિકા અને દક્ષિણ કોરિયા ૯ માર્ચથી ૧૯ માર્ચ સુધી મોટા પાયે સંયુક્ત લશ્કરી કવાયત કરવા જઈ રહ્યા છે. જોકે આ કવાયતને રક્ષણાત્મક ગણાવવામાં આવી રહી છે, પરંતુ ઉત્તર કોરિયા તેને સીધા હુમલાનું ‘રિહર્સલ’ માની રહ્યું છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી દ્વારા કરવામાં આવેલા શાંતિના તમામ પ્રયાસો અત્યારે નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું દેખાય છે, કારણ કે અમેરિકાએ કવાયતમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.
ઉત્તર કોરિયા અત્યારે તેની ‘વર્કર્સ પાર્ટી’ની નવમી કોંગ્રેસની ઉજવણી કરી રહ્યું છે, જેના સમાપન પર એક વિશાળ લશ્કરી પરેડની શક્યતા છે. કિમ જોંગ ઉનનું માનવું છે કે નૌકાદળનું ‘પરમાણુકરણ’ એ જ તેમની સુરક્ષાની સાચી ચાવી છે. ૫,૦૦૦ ટનનું આ નવું વિનાશક જહાજ દરિયામાં ઉત્તર કોરિયાની દાદાગીરી વધારશે અને યુએસ નેવી માટે મોટો પડકાર ઉભો કરશે.
કોરિયન દ્વીપકલ્પ પર વધી રહેલો આ તણાવ માત્ર પ્રાદેશિક જ નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે પણ ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. હવે આખી દુનિયાની નજર ૯ માર્ચ પર ટકેલી છે, જ્યારે અમેરિકી સૈન્ય કિમના આંગણે યુદ્ધાભ્યાસ શરૂ કરશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
