હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુધ્ધની અસર રસોડે પહોંચીઃ LPG નાં ભાવ વધ્યા.
મોંઘવારીનો રાક્ષસ ધુણ્યોઃ ઘરેલુ બાટલામાં તાત્કાલિક અસરથી રૂ.૬૦નો તો કોમર્શીયલમાં રૂ.૧૧૫નો ભાવવધારો : ૧૪.૨ કિલોનો બાટલો હવે રૂ.૯૧૩ (નવી દિલ્હી)માં મળશે જ્યારે ૧૯ કિલોનો બાટલો રૂ.૧૮૮૩માં મળશે

નવી દિલ્હી,તા.૭: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં લોકો પર મોંઘવારીનો માર પડવાની શરુઆત થઈ છે. કારણ કે ભારતમાં ઘરેલુ ગેલ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. નવા ભાવ ૭ માર્ચ ૨૦૨૬ થી લાગુ ગણાશે. સૂત્રોના જણાવ્યાનુસાર ૧૪.૨ કિલોના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ૬૦ રુપિયાનો વધારો થયો છે અને ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૧૫ રુપિયાનો વધારો થયો છો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના નવા ભાવ ૯૧૩ રુપિયા અને ૧૮૮૩ રુપિયા થઈ છે.
મિડલ ઈસ્ટ (પヘમિ એશિયા)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)એ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ઓઈલ કંપનીઓએ ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં ૬૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ ૧૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ ૦૭ માર્ચ ૨૦૨૬થી જ અમલી બની ગયા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ ૨૦૨૫ પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર શુક્રવારે સરકારે સરકારી તેમજ પ્રાઈવેટ બંને એલપીજી રિફાઈનરીઓને પ્રોડકશન વધારવા આદેશ આપ્યા હતા. ઈરાન યુદ્ધના કારણે દુનિયાભરમાં એનર્જી સંકટ વધી શકે છે જે આશંકાને ધ્યાનમાં રાખી સરકારે ઉત્પાદન વધારવા આદેશ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં એનર્જી ક્રાઈસિસ નહીં સર્જાય. સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર ભારત સારી સ્થિતિમાં છે અને દેશમાં કાચા તેલ, પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જેવા પેટ્રોલિયમ પ્રોડક્ટનો ઘણો સ્ટોક છે.
ગેસ સિલિન્ડરના ભાવમાં અનુક્રમે ૬૦ અને ૧૧૫ રુપિયાના વધારા પછી ગેસ સિલિન્ડરની લેટેસ્ટ પ્રાઈઝ પર નજર કરીએ તો ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ૬૦ રુપિયાના વધારા પછી દિલ્હીમાં ગેસ સિલિન્ડરના ભાવ ૯૧૩ રુપિયા, કલકત્તામાં ૯૩૯ રુપિયા, ચેન્નઈમાં ૯૨૮.૫૦ રુપિયા થયા છે.
જ્યારે ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૧૫ ના વધારા સાથે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ ૧૮૮૩ રુપિયા, મુંબઈમાં ૧૮૩૫ રુપિયા, કલકત્તામાં ૧૯૯૦ રુપિયા, ચેન્નઈમાં ૨૦૪૩.૫૦ રુપિયા થયા છે. આ ભાવ વધારાની અસર લોકોના ઘરના બજેટથી લઈ હોટલ, રેસ્ટોરન્ટ સહિતના બિઝનેસ પર પણ જોવા મળશે.
મેટ્રો શહેરોમાં નવી કિંમતો (૧૪.૨ કિલો સિલિન્ડર)
દિલ્હી રૂ.૮૫૩ થી વધીને રૂ.૯૧૩
કોલકાતા રૂ.૮૭૯ થી વધીને રૂ.૯૩૯
ચેન્નાઈ રૂ.૮૬૮.૫૦ થી વધીને રૂ.૯૨૮.૫૦
કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં હવે રૂ.૧૮૮૩ અને મુંબઈમાં રૂ.૧૮૩૫ થયો છે.
સરકારનો આશ્વાસન
આપતો સૂર
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દેશમાં ઉર્જા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તું અને ટકાવ ઈંધણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દેવામાં આવ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ છતાં ભારત સુરક્ષિત
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા હોવા છતાં ભારત અત્યારે 'કમ્ફર્ટેબલ' સ્થિતિમાં છે. ભારત પાસે વિવિધસ્ત્રેતોમાંથી એટલો એનર્જી સપ્લાય ઉપલબ્ધ છે કે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રભાવિત થનારા જથ્થા કરતાં ઘણો વધારે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોની અસર કિમતો પર જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
