તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
હવે UAE કરી શકે છે ઈરાન ઉપર ફાયનાન્સિયલ સ્ટ્રાઈક...
ઈઝરાયલ બાદ સંયુક્ત આરબ અમીરાતે ઈરાનને પાઠ ભણાવવા માટે મોરચો માંડ્યો : ઈરાનની અબજોની સંપત્તિને ફ્રિઝ કરવાની તૈયારીમાં: UAE કરી શકે શેડો ફાયનાન્સ કંપની પર કાર્યવાહી

દુબઈ તા.૭: ઈરાનની મુશ્કેલીઓમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. ઈઝરાયલ બાદ સંયુક્ત આરબ અમીરાતે ઈરાનને પાઠ ભણાવવા માટે મોરચો માંડ્યો છે. UAE ઈરાનની અક્કલ ઠેકાણા લાવવા તૈયારી કરી રહ્યો છે. UAE ઈરાનને આર્થિક રીતે ખાલી કરવાના મૂડમાં છે. ઈરાનની અબજોની સંપત્તિને ફ્રિઝ કરવાની તૈયારીમાં છે. આ માટે તે જે તે કંપનીઓના એકાઉન્ટ પર એક્શન લઈ શકે છે.
ઈરાન યુદ્ધના કારણે આર્થિક રીતે નબળું પડી રહ્યું છે. એવામાં હવે ત્યાં મોંઘવારી વધે તો નવાઈ નહીં. હવે ઈરાનની મુશ્કેલીઓ વધવાની છે કારણ કે, દુબઈ-ખાડીના દેશમાં અબજોની કિમતમાં ઈરાનની સંપત્તિઓ છે. જેને ફ્રિઝ કરવા પર દુબઈ વિચાર કરી રહ્યો છે. UAE ના અધિકારીઓ ટ્રેડને છુપાવવા માટે ઉપયોગમાં જે સંપત્તિઓ આવે છે જેના પર કંપનીઓના એકાઉન્ટ પર કાયમી તાળું લગાવી શકે છે. આ સિવાય શ્ખ્ચ્ કરંસી એક્સચેન્જ પર કોઈ મોટું એક્શન લઈ શકે છે, જેનો ઉપયોગ બેંક ચેનલની બહાર પૈસા લઈ જવા માટે કરવામાં આવે છે.
જો UAE ઈરાનની શેડો કંપનીઓ પર પગલાં લેવાનો નિર્ણય કરે છે કે, મુખ્ય ટાર્ગેટ ઈસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ સાથે જોડાયેલા કેટલાક એકાઉન્ટ પર તાળા લાગી શકે છે. આ ઉપરાંત શ્ખ્ચ્ના પોલીસી મેકર્સ ઈરાની જહાંજને જપ્ત કરી ડાયરેક્ટ સમુદ્રમાં મોટા પગલાં ભરી શકે છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો.જેના જવાબમાં ઈરાને ખાડીના દેશ પર હુમલો કર્યો હતો.UAE એ ઈરાનને ખાનગી રીતે ચેતવણી આપી હતી.હવે UAE સરકાર ક્યું એક્શન લેશે અને શું પગલાં લેશે એના પર સૌની નજર રહેલી છે. ઈરાને દુબઈમાં પણ હુમલો કર્યો છે. જેના કારણે દુબઈનું વાતાવરણ જે શાંત હતું એ ડહોળાયું હતું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
