<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઈરાનમાં બીજો ભૂકંપઃ તીવ્રતા ૪.૧ નોંધાઈ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાનના બંદર અબ્બાસ નજીક ભૂકંપ અનુભવાયો. સવારે ૮ : ૪૮ વાગ્યે ભૂકંપ આવ્યો. રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૪ હતી

નવી દિલ્હી,તા.૭ : મધ્ય પૂર્વમાં અશાંતિ ચાલુ છે. ઈરાનમાં બીજો ભૂકંપ આવ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ઈરાનના બંદર અબ્બાસ નજીક સવારે ૮:૪૮ વાગ્યે (IST) ભૂકંપ આવ્યો. રિકટર સ્કેલ પર ૪.૧ ની તીવ્રતા માપવામાં આવી હતી.

આજે, શનિવારે વહેલી સવારે ઈરાનના બંદર અબ્બાસની પશ્ચિમમાં, એક શકિતશાળી ભૂકંપ આવ્યો. ઈરાન પર ચાલી રહેલા યુએસ-ઇઝરાયલી હુમલાઓ વચ્ચે આવેલા ભૂકંપે લોકોને વધુ ભયભીત કર્યા છે.

USGS ના ડેટા અનુસાર, ભૂકંપ બંદર અબ્બાસથી ૭૪ કિલોમીટર પશ્ચિમમાં અને ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપ અનુભવાતાની સાથે જ લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનમાં જમીન સતત ધ્રુજી રહી છે. ગયા મંગળવારે દક્ષિણ ઈરાનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૪.૩ માપવામાં આવી હતી. આ ભૂકંપ ઈરાનના ફાર્સ પ્રાંતના દક્ષિણ ભાગમાં આવેલા ગેરાશમાં આવ્યો હતો.

(10:54 AM IST)