હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાલેન શાહ બનશે નેપાળના વડાપ્રધાનઃ પૂર્વ PM કેપી ઓલીની કારમી હાર
પ્રારંભિક વલણોમાં RSP ૧૦૨ બેઠકો પર આગળ ચાલી રહી છે અને ૧૫ બેઠકો પર સત્તાવાર વિજય

કાઠમંડુ, તા.૭: નેપાળની રાજનીતિમાં અત્યારે એક નવો સૂર્યોદય જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૫ના ભીષણ જનરલ-ઝેડ આંદોલન અને હિંસા બાદ યોજાયેલી આ પ્રથમ સામાન્ય ચૂંટણીમાં યુવા નેતા બાલેન શાહની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એ સ્થાપિત હિતોને ઉખેડી ફેંકયા છે. પ્રારંભિક વલણોમાં RSP ૧૦૨ બેઠકો પર આગળ ચાલી રહી છે અને ૧૫ બેઠકો પર સત્તાવાર વિજય મેળવી લીધો છે. સૌથી મોટો અપસેટ ઝાપા-૫ મતવિસ્તારમાં જોવા મળ્યો છે, જ્યાં લોકપ્રિય બાલેન શાહે ભૂતપૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ નેતા કેપી શર્મા ઓલીને પછાડીને નેપાળના ભાવિ વડાપ્રધાન તરીકે મજબૂત દાવેદારી નોંધાવી છે. સમગ્ર દેશમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને કાઠમંડુની ગલીઓમાં બાલેન-બાલેનના નારા ગુંજી રહ્યા છે.
આ ચૂંટણી માત્ર બેઠકોની જીત નથી, પરંતુ નેપાળના બદલાતા માનસનો પુરાવો છે. કોસી, મધેશ, બાગમતી અને લુમ્બિની જેવા મહત્વના પ્રાંતોમાં RSPનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ૪૧ વર્ષથી ઓછી ઉંમરના ૨૦૦થી વધુ ઉમેદવારોએ આ વખતે મેદાનમાં ઝંપલાવ્યું હતું, જે દર્શાવે છે કે નેપાળનો યુવા વર્ગ હવે જૂના ચહેરાઓથી કંટાળીને પરિવર્તન ઈચ્છે છે. ૫ માર્ચના રોજ થયેલા ૬૫ ટકાથી વધુ મતદાનમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેનું પરિણામ હવે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને મતોની ગણતરીમાં સ્પષ્ટપણે ક્રાંતિ સ્વરૂપે બહાર આવી રહ્યું છે.
ચૂંટણી પંચ અત્યારે યુદ્ધના ધોરણે મતોની ગણતરી કરી રહ્યું છે. જોકે, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાંથી મતપેટીઓ લાવવામાં સમય લાગી રહ્યો હોવાથી અંતિમ આંકડા આવવામાં થોડી વાર લાગી શકે છે. તેમ છતાં, અત્યાર સુધીના વલણો જોતા સ્પષ્ટ છે કે નેપાળની ૧૬૫ સીધી બેઠકો અને ૧૧૦ -માણસર બેઠકોના સમીકરણમાં બાલેન શાહ કિંગમેકર નહીં પણ સીધા કિંગ બનીને ઉભરી રહ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના લોહિયાળ આંદોલન બાદ, જેમાં ૭૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા, આ જીત નેપાળમાં લોકશાહીના નવા અધ્યાયની શરૂઆત સમાન માનવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
