તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
ક્રિકેટ કાર્નિવલ : કાલે ફાઇનલની ફાઇટ સાથે સંગીત જલ્સો
ટી ૨૦ વર્લ્ડકપના કલોઝીંગ સેરેમનીમાં અરીજીતસિંહ-ફાલ્ગુની પાઠક અને માર્ટીનના સૂર રેલાશે : બોલિવૂડ સ્ટાર્સના પર્ફોમન્સ

નવી દિલ્હી : અમદાવાદ મોટેરા સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતી કાલે ૮ માર્ચે ક્રિકેટ જગતનો સૌથી મોટો મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. ટી૨૦ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં યજમાન ભારત અને ન્યૂઝીલેન્ડ સામસામે ટકરાશે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે બીસીસીઆઈ અને આઈસીસી દ્વારા ભવ્ય ક્લોઝિંગ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે.
સંગીત અને બોલિવૂડનો જાદુ
ક્લોઝિંગ સેરેમનીમાં સંગીત દુનિયાના દિગ્ગજો પોતાના સૂર રેલાવશે. અરજીત સિંહના રોમેન્ટિક ગીતો, ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકના ખેલૈયાઓને ડોલાવતા ગીતો અને આંતરરાષ્ટ્રીય કલાકાર માર્ટિન સ્ટેડિયમમાં ધમાલ મચાવશે. આ ઉપરાંત, અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ પરફોર્મન્સ આપીને ફાઈનલની સાંજને ઝગમગતી કરી દેશે.
ગરમી સામે લડવા ઞ્ઘ્ખ્ ની વિશેષ તૈયારી
માર્ચ મહિનામાં વધતી જતી ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રેક્ષકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમના પોડિયમ એરિયામાં ૩૦ થી વધુ મફત પાણીના કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે, જેથી ફેન્સને ડિહાઈડ્રેશનની સમસ્યા ન થાય.
ચુસ્ત હેલ્થ સુરક્ષા અને મેડિકલ સુવિધા
અમદાવાદમાં હેલ્થ સુરક્ષને લઈને તંત્ર અત્યંત સતર્ક છે. સ્ટેડિયમની અંદર ૬ મેડિકલ સ્ટોલ ઉભા કરાયા છે, જ્યાં નિષ્ણાત ડોક્ટરો હાજર રહેશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેડિયમમાં ૨ ટેમ્પરરી હોસ્પિટલ અને ૨ આધુનિક આઇસીયુ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર સ્ટેડિયમ પરિસરમાં ૬ સેમી આઇસીય એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે, જેથી પ્રેક્ષકોની સુરક્ષા સુનિヘતિ કરી શકાય.
રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ હશે ઓન-ફિલ્ડ અમ્પાયર
રિચાર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફને ઓન-ફિલ્ડ અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અલ્લાહુદ્દીન પાલેકર ત્રીજા અમ્પાયર રહેશે.
આ વખતે ફાઈનલમાં કેટલબરો નથી.
આઇસીસીએ ફાઇનલ માટે મેચ અધિકારીઓમાં રિચાર્ડ કેટલબરોનો સમાવેશ કર્યો નથી. મોટી મેચોમાં કેટલબરો ભારત માટે કમનસીબ સાબિત થયો છે. ૨૦૨૩ બ્ઝત્ વર્લ્ડ કપ ફાઇનલમાં હૃદયદ્રાવક હાર હોય કે ૨૦૧૭ ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ મેચમાં પાકિસ્તાન સામે શરમજનક હાર... આવી ઘણી મોટી મેચો બની છે જેમાં કેટલબરો અમ્પાયર હતા અને ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ ટી૨૦ વર્લ્ડ કપના સુપર ૮ તબક્કામાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની હાર દરમિયાન કેટલબરો અમ્પાયર હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
