હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
T20 વર્લ્ડ કપ ફાઈનલનો જંગ: અમદાવાદ જવા રેલવેની 'માસ્ટરસ્ટ્રોક' સર્વિસ, આકાશને આંબતા ફ્લાઈટના ભાવથી મળશે છુટકારો
ભારત-ન્યૂઝીલેન્ડ મહામુકાબલા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ: દિલ્હી અને મુંબઈથી દોડશે સ્પેશિયલ ટ્રેનો, રિકી માર્ટિન અને ફાલ્ગુની પાઠકના સૂર રેલાશે, જાણો ફાઈનલ મેચનું આખું શિડ્યુલ અને તૈયારીઓ

અમદાવાદરવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચને લઈને દેશભરમાં ક્રિકેટનો જ્વર ચરમસીમાએ છે. ફાઈનલ મેચના ક્રેઝને કારણે અમદાવાદ જતી ફ્લાઈટ્સના ભાડા પાંચ ગણા વધી જતાં સામાન્ય ચાહકોની ચિંતા વધી હતી, જેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ રાતોરાત ખાસ ટ્રેનોની જાહેરાત કરી છે. નવી દિલ્હીથી સાબરમતી (અમદાવાદ) માટે આજે રાત્રે 11:45 વાગ્યે 19 કોચની સ્પેશિયલ ટ્રેન રવાના થશે, જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈથી અમદાવાદ વચ્ચે પણ વધારાની ટ્રેન દોડાવવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી હજારો ક્રિકેટપ્રેમીઓ હવે વાજબી ભાવે સ્ટેડિયમ પહોંચીને બ્લુ આર્મીને ચીયર કરી શકશે.
મેચ માત્ર ક્રિકેટના રોમાંચ પૂરતી મર્યાદિત નહીં રહે, કારણ કે ICCએ ફાઈનલ પહેલા એક ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કર્યું છે. 1,32,000ની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી માર્ટિન પોતાના પર્ફોર્મન્સથી આગ લગાડશે, જ્યારે ગુજરાતની ગૌરવ એવી 'દાંડિયા ક્વીન' ફાલ્ગુની પાઠક અને બોલિવૂડના દમદાર ગાયક સુખવિંદર સિંહ સ્ટેડિયમને સંગીતમય બનાવશે. ટોસ પહેલા યોજાનારા આ મ્યુઝિકલ શોને કારણે સ્ટેડિયમમાં મેચ શરૂ થતા પહેલા જ જબરદસ્ત માહોલ બની જશે. ચાહકો માટે આ મેચ મનોરંજન અને રાષ્ટ્રીય ગૌરવનો 'ડબલ ડોઝ' સાબિત થવાની છે.
ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ મેચ ભારત માટે ખૂબ જ મહત્વની છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને રોમાંચક રીતે હરાવ્યા બાદ ભારત પાસે 2023ના ODI વર્લ્ડ કપની કડવી યાદોને ભૂંસી નાખવાની સુવર્ણ તક છે. એ જ મેદાન અને એ જ ફાઈનલનો માહોલ છે, પણ આ વખતે હરીફ ટીમ ન્યૂઝીલેન્ડ છે જે દક્ષિણ આફ્રિકાને હરાવીને અહીં પહોંચી છે. ભારતીય ટીમ ઘરઆંગણે ફરી એકવાર વિશ્વ વિજેતા બનીને ઈતિહાસ રચવા આતુર છે. અમદાવાદ શહેર અત્યારે કેસરી અને વાદળી રંગમાં રંગાઈ ગયું છે, અને સ્ટેડિયમ જતી દરેક ટ્રેન અને રસ્તો માત્ર એક જ નાદથી ગુંજી રહ્યો છે - 'જીતશે ભાઈ જીતશે, ભારત જીતશે!'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
