હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી પહેલા મમતા બેનર્જીનો 'માસ્ટરસ્ટ્રોક': બંગાળના બેરોજગાર યુવાનોને મળશે દર મહિને ₹૧,૫૦૦નું ભથ્થું, 'બાંગ્લા યુવા સાથી' યોજનાનો તાત્કાલિક અમલ
૧૦મું પાસ હોય તેવા લાખો યુવાનોને આર્થિક ટેકો આપવા મમતા સરકારની મોટી જાહેરાત; બજેટની રાહ જોયા વગર યોજના લાગુ કરી વિપક્ષને ચોંકાવ્યા, રોજગારીના મુદ્દે મમતાનો આક્રમક દાવ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થાય તે પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મોટી રાજકીય ચાલ ચાલી છે. રાજ્યના બેરોજગાર યુવાનોને પોતાની તરફ આકર્ષવા માટે મમતા સરકારે 'બાંગ્લા યુવા સાથી' યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રાજ્યના એવા યુવાનો જેઓ ૧૦મું પાસ છે અને બેરોજગાર છે, તેમને દર મહિને ૧,૫૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું સીધું તેમના બેંક ખાતામાં આપવામાં આવશે.
સમય પહેલા અમલીકરણ કરીને બધાને ચોંકાવ્યા
રસપ્રદ વાત એ છે કે, આ યોજનાની જાહેરાત તાજેતરમાં રજૂ કરાયેલા રાજ્ય બજેટમાં કરવામાં આવી હતી અને તેનો અમલ ૧ એપ્રિલથી થવાનો હતો. જોકે, ચૂંટણીની આચારસંહિતા અમલી બને તે પહેલા જ મમતા બેનર્જીએ આ યોજનાનો તાત્કાલિક પ્રભાવથી અમલ કરવાની જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. રાજકીય વિશ્લેષકો આ પગલાને 'ચૂંટણીલક્ષી માસ્ટરસ્ટ્રોક' તરીકે જોઈ રહ્યા છે.
શું છે 'બાંગ્લા યુવા સાથી' યોજના?
આ યોજનાનો મુખ્ય હેતુ એવા યુવાનોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જેઓ શિક્ષણ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં છે. જે યુવાનોએ ઓછામાં ઓછી ૧૦મી ધોરણની પરીક્ષા પાસ કરી હોય અને રોજગાર એક્સચેન્જમાં નોંધાયેલા હોય, તેઓ આ ૧,૫૦૦ રૂપિયાના માસિક ભથ્થા માટે પાત્ર બનશે. આ રકમથી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરવામાં કે અન્ય નાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.
ચૂંટણી પર કેવી પડશે અસર?
બંગાળમાં રોજગારી હંમેશા એક મોટો મુદ્દો રહ્યો છે. વિપક્ષી દળો સતત મમતા સરકારને બેરોજગારીના મુદ્દે ઘેરતા રહ્યા છે. આવા સમયે, ચૂંટણીની જાહેરાત પહેલા સીધા યુવાનોના ખિસ્સા સુધી પહોંચવાની આ યોજના તૃણમૂલ કોંગ્રેસ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષ આ 'રોકડ સહાય'ના દાવનો સામનો કેવી રીતે કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
