હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વ પર આર્થિક 'સુનામી'નું જોખમ: ઈરાન યુદ્ધના વધુ 7 દિવસ દુનિયાને ધકેલી શકે છે મહામંદીના ગર્તામાં!
ક્રૂડ ઓઈલ $200ની સપાટી વટાવવાની ભીતિ, વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાતા 16 દેશોની અર્થવ્યવસ્થામાં ગાબડાં: શેરબજારમાંથી લાખો કરોડનું ધોવાણ

અમદાવાદ:મધ્ય-પૂર્વમાં ભભૂકી ઉઠેલા યુદ્ધના જ્વાળાઓ હવે માત્ર સીમાડા સુધી સીમિત નથી રહ્યા, પરંતુ તે સમગ્ર વિશ્વને એક ભયાનક આર્થિક પાતાળ તરફ ખેંચી રહ્યા છે. વૂડ મેકેન્ઝીના તાજેતરના રિપોર્ટ મુજબ, જો આ સંઘર્ષ આગામી એક સપ્તાહ સુધી અવિરત ચાલુ રહેશે, તો વિશ્વ 1929ની મહામંદી (Great Depression) જેવી સ્થિતિમાં ધકેલાઈ શકે છે. હૉર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલો ગતિરોધ વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે. જો કાચા તેલના ભાવ $200 પ્રતિ બેરલને સ્પર્શે, તો તે 1970ના દાયકાના તેલ સંકટને પણ પાછળ છોડી દેશે, જેની સીધી અસર ભારત સહિતના 16 દેશોના GDP ગ્રોથ પર જોવા મળશે.
યુદ્ધની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 5 દિવસમાં જ વૈશ્વિક શેરબજારોમાંથી $3.2 ટ્રિલિયન (આશરે ₹265 લાખ કરોડ) સાફ થઈ ગયા છે. વિશ્વભરમાં 21,300 થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે ટ્રાવેલ અને ટુરિઝમ સેક્ટર પાયમાલ થઈ રહ્યું છે, જ્યારે એર ઈન્ડિયા અને ઇન્ડિગો જેવી કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. હૉર્મુઝનો માર્ગ બંધ થવાથી દુનિયાનો 20% LNG સપ્લાય ખોરવાયો છે, જેના કારણે યુરોપ અને એશિયામાં ગેસના ભાવ 130% સુધી ઉછળવાની સંભાવના છે. માલસામાનની હેરફેર (ફ્રેટ) 20% મોંઘી થવાથી સામાન્ય માણસની થાળીથી લઈને પેટ્રોલિયમ પેદાશો સુધી દરેક વસ્તુ મોંઘી થવી નિશ્ચિત બની છે.
આ સ્થિતિ માત્ર ઊર્જા સંકટ સુધી મર્યાદિત નથી, પણ તે બેરોજગારી અને મોંઘવારીના નવા ચક્રને જન્મ આપી રહી છે. જો યુદ્ધ જલ્દી નહીં અટકે તો વૈશ્વિક ફુગાવો 1% વધી શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાની ખરીદશક્તિ પર પડશે. ઐતિહાસિક રીતે 1929ની મહામંદીમાં જે રીતે બેંકો ઠપ થઈ હતી અને લાખો લોકોએ નોકરી ગુમાવી હતી, તેવી જ આર્થિક અરાજકતાનો ભય હાલમાં અર્થશાસ્ત્રીઓને સતાવી રહ્યો છે. વિશ્વના શક્તિશાળી દેશો માટે હવે માત્ર રાજદ્વારી સંબંધો જ નહીં, પણ પોતાની અર્થવ્યવસ્થાને બચાવવી એ સૌથી મોટો પડકાર બની ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
