હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના વાદી આશુતોષ બ્રહ્મચારી પર રીવા એક્સપ્રેસમાં જીવલેણ હુમલો: નાક કાપવાનો પ્રયાસ
અવિમુક્તેશ્વરાનંદનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ : ન્યાયની લડાઈમાં વિઘ્ન કે પૂર્વ આયોજિત કાવતરું?

પ્રયાગરાજ: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં ન્યાયની લડાઈ લડી રહેલા મુખ્ય વાદી આશુતોષ બ્રહ્મચારી પર ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનમાં સનસનાટીભર્યો હુમલો થયો છે. રીવા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા બ્રહ્મચારી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમનું નાક કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાને પગલે પ્રયાગરાજ જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શૌચાલય પાસે હુમલો:
આશુતોષ બ્રહ્મચારીના જણાવ્યા મુજબ, તેઓ ૧૨મી માર્ચના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને અન્ય એક કેસની સુનાવણી માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન ફતેહપુર અને સિરાથુ સ્ટેશન વચ્ચે હતી, ત્યારે તેઓ શૌચાલયનો ઉપયોગ કરવા ઉભા થયા હતા. આ સમયે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. બ્રહ્મચારીએ સમયસૂચકતા વાપરી પોતાને બાથરૂમમાં બંધ કરી દેતા તેમનો જીવ બચ્યો હતો.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર આક્ષેપ:
પીડિત આશુતોષ બ્રહ્મચારીએ આ હુમલા પાછળ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના સાથીઓનો હાથ હોવાનો સનસનાટીભર્યો દાવો કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે તેમનું નાક કાપવા માટે અગાઉ ₹21 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ હુમલો તે જ કાવતરાનો ભાગ છે. હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી પહેલા તેમને ડરાવવા માટે આ હીન કૃત્ય કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.
હાલમાં પોલીસે પીડિતને તબીબી તપાસ માટે મોકલી આપ્યા છે અને જીઆરપી પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ટ્રેનમાં બનેલી આ ઘટનાને કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
