<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઈરાનમાં અમેરિકન સેના ઉતારવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન: 'અમે ઈરાનનું નેતૃત્વ ખતમ કરી દીધું છે, તેમની સેના પણ ખતમ થઈ જશે'

ઈરાનના દરિયાકાંઠે આવેલા ઓઈલ ફેસિલિટીને જમીન માર્ગે હુમલો કરીને નિશાન બનાવવાના સવાલ પર ટ્રમ્પે સીધો જવાબ આપવાનું ટાળ્યું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં જમીની સેના (ગ્રાઉન્ડ ટ્રૂપ્સ) મોકલવાની શક્યતાઓ વિશે વાત કરતા કહ્યું કે જો અમેરિકા આવું કરશે તો ઈરાન જમીની સ્તરે લડવા સક્ષમ નહીં રહે.
એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં ગ્રાઉન્ડ ટ્રૂપ્સ મોકલવાના સવાલ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હાલ તેઓ આ વિશે વાત કરવા માંગતા નથી, પરંતુ કોઈ નક્કર અને યોગ્ય કારણ હશે તો આ શક્યતાને નકારી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે, "જો અમે ક્યારેય આવું કરીશું, તો તેઓ એટલા બરબાદ થઈ જશે કે જમીની સ્તરે લડી શકશે નહીં."
ઈરાનના દરિયાકાંઠે આવેલા ઓઈલ ફેસિલિટીને નિશાન બનાવવાના સવાલ પર ટ્રમ્પે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરમાણુ સાઇટ્સ પર સંવર્ધિત યુરેનિયમ સુરક્ષિત કરવા અંગે તેમણે કહ્યું કે ત્યાં સંપૂર્ણ વિનાશ થયો છે અને હાલ કોઈ ત્યાં પહોંચી શકે તેમ નથી, કદાચ ભવિષ્યમાં અમેરિકા ત્યાં પહોંચશે.
વધુમાં ટ્રમ્પે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "અમે પહેલા જ ઘણી વખત તેમના નેતૃત્વનો ખાત્મો બોલાવી દીધો છે. જો તેઓ શરણાગતિ સ્વીકારે અથવા શરણાગતિ સ્વીકારવા વાળું કોઈ ન બચે, તો પણ સૈન્યની દ્રષ્ટિએ તેઓ સંપૂર્ણપણે બેકાર થઈ જશે."

(12:10 PM IST)