<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

કુવૈતમાં ઈરાનના ડ્રોન હુમલામાં અમેરિકાના ૬ સૈનિકો શહીદ, મેજર ડેવિઅસનું પણ મોત

આજે રવિવારે કુવૈતમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં અમેરિકાને મોટું નુકસાન, ૬ સૈનિકોના મૃતદેહો અમેરિકા પરત લવાયા.

નવી દિલ્‍હીઃ  અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકી સેનાને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગયા રવિવારે કુવૈતમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા ઘાતક ડ્રોન હુમલામાં યુ.એસ. આર્મીના ૬ સૈનિકો શહીદ થયા હતા. શનિવારે વહેલી સવારે આ તમામ સૈનિકોના પાર્થિવ દેહને અંતિમ વખત અમેરિકા પરત લાવવામાં આવ્યા હતા. આ ૬ સૈનિકો ઉપરાંત, મેજર ડેવિઅસ નામક અધિકારીનું પણ આ હુમલામાં મોત થયું હોવાનું બહાર આવ્યું છે. જોકે, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અથવા સેન્ટકોમ દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે તેમના મૃત્યુની જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી.

(12:14 PM IST)