<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઇઝરાયેલના ઈરાન પર ભીષણ હવાઈ હુમલા: તેહરાનના શાહરાન અને અકદાસીયેહ ઓઇલ ડેપો ભડભડ સળગ્યા

સળગતું ઓઇલ અને આગની જ્વાળાઓ તેહરાનના રસ્તાઓ પર વહેવા લાગતા આસપાસના અનેક ઘરો અને અન્ય ઇમારતોમાં પણ આગ લાગી

નવી દિલ્‍હીઃ ઇઝરાયેલી વાયુસેનાના હુમલા બાદ ઉત્તર તેહરાનના શાહરાન અને અકદાસીયેહ ઓઇલ ડેપોમાં ભીષણ આગ, રસ્તાઓ પર આગની જ્વાળાઓ ફરી વળી અને ધુમાડાના ગોટેગોટા છવાયા.
ઇઝરાયેલી વાયુસેના દ્વારા ઉત્તર ઈરાનમાં આવેલા ઓઇલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રાતોરાત શ્રેણીબદ્ધ મોટા હુમલાઓ કરવામાં આવ્યા છે. આ હુમલાઓને કારણે ઈરાનની રાજધાની તેહરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ઉત્તર પશ્ચિમ તેહરાનમાં આવેલા શાહરાન ઓઇલ ડેપો અને ઉત્તર તેહરાનના અકદાસીયેહ ઓઇલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આખી સુવિધા આગની લપેટમાં આવી ગઈ છે અને કાળા ધુમાડાના ગોટેગોટા માઈલો દૂર સુધી આકાશમાં જોવા મળી રહ્યા છે.
હુમલાની તીવ્રતા એટલી હતી કે સળગતું ઓઇલ અને આગની જ્વાળાઓ તેહરાનના રસ્તાઓ પર વહેવા લાગી હતી, જેના કારણે આસપાસના અનેક ઘરો અને અન્ય ઇમારતોમાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે.

 

(12:16 PM IST)