હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીના નિવાસસ્થાન પર બોમ્બ હુમલાનો પ્રયાસ: બે શખ્સોની ધરપકડ
મેયરના ઘર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન વિસ્ફોટક ભરેલા ઉપકરણ ફેંકીને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

ન્યૂયોર્ક : અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર જોહરાન મમદાનીના સત્તાવાર નિવાસસ્થાન 'ગ્રેસી મેન્શન' (Gracie Mansion) બહાર એક ભયાનક ઘટના બની હતી. મેયરના ઘર પાસે વિરોધ પ્રદર્શન દરમિયાન વિસ્ફોટક ભરેલા ઉપકરણ ફેંકીને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ન્યૂયોર્ક પોલીસ વિભાગે (NYPD) તાત્કાલિક કાર્યવાહી કરીને આ મામલે બે શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, મેયરના નિવાસસ્થાનની બહાર ઇસ્લામ વિરોધી પ્રદર્શનકારીઓ અને તેની સામે વળતો વિરોધ કરનારા જૂથો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક ૧૮ વર્ષીય યુવકે હાથમાં રહેલા વિસ્ફોટક ઉપકરણને સળગાવીને પ્રદર્શનકારીઓ તરફ ફેંક્યું હતું. આ ઉપકરણ પોલીસ બેરિકેડ્સ પાસે જઈને પડ્યું હતું.
ત્યારબાદ તે જ યુવકે નજીક ઉભેલા બીજા ૧૯ વર્ષીય સાથી પાસેથી બીજું વિસ્ફોટક ઉપકરણ લીધું હતું, પરંતુ પોલીસે તે સળગાવે તે પહેલા જ બંનેની ધરપકડ કરી લીધી હતી.
બોમ્બની બનાવટ અને સુરક્ષા
પોલીસ કમિશનર જેસિકા ટિશે જણાવ્યું હતું કે, આ કથિત બોમ્બ કાળા ટેપથી વીંટાળેલી એક બરણી હતી, જેમાં નટ-બોલ્ટ, સ્ક્રૂ અને ફ્યુઝ (વાટ) ભરવામાં આવ્યા હતા. જો આ વિસ્ફોટ થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. સદનસીબે, મેયર જોહરાન મમદાની અને તેમના પત્ની રામા દુવાજી સુરક્ષિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
