હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
'તેલની ખરીદીમાં ભારત કોઈની મંજૂરીનું મોહતાજ નથી': અમેરિકાના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ
ભારત તેલની આયાત ક્યાંથી અને કેટલી કરવી તેનો નિર્ણય માત્ર ને માત્ર રાષ્ટ્રીય હિત અને બજારમાં ઉપલબ્ધતાના આધારે જ લેશે

નવી દિલ્હી: રશિયન તેલની આયાત અંગે અમેરિકા દ્વારા આપવામાં આવેલા '30 દિવસની છૂટ'ના નિવેદન બાદ ભારતમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. હવે આ મામલે ભારત સરકારે પોતાનું વલણ અત્યંત સ્પષ્ટ અને કડક શબ્દોમાં જાહેર કર્યું છે. સરકારે સાફ કરી દીધું છે કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ અન્ય દેશની પરવાનગી કે શરતો પર નિર્ભર નથી.
રાષ્ટ્રીય હિત સર્વોપરી
સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, "ભારત તેલની આયાત ક્યાંથી અને કેટલી કરવી તેનો નિર્ણય માત્ર ને માત્ર રાષ્ટ્રીય હિત અને બજારમાં ઉપલબ્ધતાના આધારે જ લેશે." અમેરિકાના નિવેદન બાદ ઉભા થયેલા વિવાદને શાંત પાડતા ભારતે સંદેશ આપ્યો છે કે દેશની ઉર્જા સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.
શું હતો સમગ્ર વિવાદ?
તાજેતરમાં અમેરિકાએ રશિયન તેલ પરના પ્રતિબંધો અને વ્યવહાર માટે ભારતને '30 દિવસની છૂટ' આપવાની વાત કરી હતી. આ નિવેદન બાદ ભારતના વિરોધ પક્ષોએ સરકારને ઘેરી હતી, પરંતુ સરકારે હવે વળતો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું છે કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને તેના વ્યાપારી નિર્ણયો પોતાની રીતે લેવા માટે સક્ષમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
