હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનમાં સત્તાસંઘર્ષ: રાષ્ટ્રપતિની 'માફી' સામે IRGCનો બળવો
અખાતી દેશો પર ડ્રોન હુમલાથી રણસંગ્રામ તેજ, ટ્રમ્પે પેજેશકિયાનની નરમાશને 'આત્મસમર્પણ' ગણાવ્યું: અમેરિકાના ભયાનક વળતા પ્રહારની ચેતવણી

તેહરાન/વોશિંગ્ટન:મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે હવે ઈરાનના શાસક વર્ગમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એકતરફ રાષ્ટ્રપતિ મસુદ પેજેશકિયાન પડોશી દેશોની માફી માંગી શાંતિની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ શક્તિશાળી રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ રાષ્ટ્રપતિના આદેશને ફગાવી દઈને અબુ ધાબી અને દુબઈ પર વિનાશક હુમલા ચાલુ રાખ્યા છે. આ આંતરિક ખેંચતાણને કારણે ઈરાન પર મોટા સૈન્ય બળવાના વાદળો ઘેરાયા હોય તેમ જણાય છે.
શું છે સમગ્ર વિવાદ?
* રાષ્ટ્રપતિની નરમાશ: રાષ્ટ્રપતિ પેજેશકિયાને નિવેદન આપ્યું હતું કે, "ઈરાનની સૈન્ય કાર્યવાહીથી પ્રભાવિત પડોશી દેશોની હું માફી માંગુ છું." તેમણે અપીલ કરી હતી કે પડોશી દેશો અમેરિકા-ઈઝરાયેલને મદદ ન કરે.
* કટ્ટરપંથીઓ લાલઘૂમ: ઈરાની સંસદના કટ્ટરપંથી સાંસદ હામિદ રસાઈ સહિત અનેક નેતાઓએ આ વલણને 'નબળું અને અસ્વીકાર્ય' ગણાવ્યું છે. ભારે દબાણને વશ થઈને રાષ્ટ્રપતિ કાર્યાલયે સોશિયલ મીડિયા પરથી 'માફી' શબ્દ હટાવવો પડ્યો છે.
* IRGCનો આકરો મિજાજ: રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડરોએ રાષ્ટ્રપતિની વાત માનવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. તેમણે જાહેર કર્યું છે કે જ્યાં સુધી પડોશી દેશોની ધરતીનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ થશે, ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
