હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં માર્ચમાં જ ‘મે’ જેવો માહોલ: ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પારો ૩૭ ડિગ્રીને વટાવશે!
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છતાં દિલ્હીમાં રાહત નહીં: આખું સપ્તાહ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની IMDની ચેતવણી

નવી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે ઉનાળાએ વહેલી અને ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના તાજા અપડેટ અનુસાર, દિલ્હીમાં છેલ્લા ૧૫ વર્ષમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં ન નોંધાઈ હોય તેવી રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ રહી છે. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૭ ડિગ્રી વધુ છે.
૧૫ વર્ષનો રેકોર્ડ ધરાશાયી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૦૧૧ પછી આ પ્રથમ વખત છે જ્યારે માર્ચના શરૂઆતના દિવસોમાં જ તાપમાન ૩૫ ડિગ્રીને પાર કરી ગયું હોય. આગામી ૭ દિવસ માટે IMD એ કરેલી આગાહી મુજબ, દિલ્હીમાં ગરમીનું જોર હજુ વધશે. આગામી બુધવાર (૧૧ માર્ચ) સુધીમાં તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પહાડો પૂરતી મર્યાદિત
જોકે ૯ માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, પરંતુ તેની અસર માત્ર પહાડી વિસ્તારોમાં જ જોવા મળશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ કે હિમવર્ષા થઈ શકે છે, પરંતુ દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં ગરમીથી કોઈ મોટી રાહત મળવાની આશા નથી. માત્ર ૧૦ માર્ચની આસપાસ પવનની દિશા બદલાતા પારો ૧ થી ૨ ડિગ્રી ગગડી શકે છે, પણ એકંદર વાતાવરણ ગરમ જ રહેશે.
પ્રદૂષણમાં પણ વધારો
ગરમીની સાથે દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) પણ બગડી રહી છે. શનિવારે AQI ૨૪૬ નોંધાયો હતો જે 'નબળી' શ્રેણીમાં આવે છે. ગરમી અને પ્રદૂષણના બેવડા પ્રહારને કારણે દિલ્હીવાસીઓને અત્યારથી જ બપોરના સમયે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
