હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન! UAEમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારની મહત્વની એડવાઇઝરી: ફોટોગ્રાફી પર પ્રતિબંધ
દુબઈ-અબુ ધાબીમાં વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે જારી કરી નવી ગાઈડલાઈન; નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થઈ શકે છે કડક કાર્યવાહી

નવી દિલ્હી : યુએસ-ઇઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ભારત સરકારે UAEમાં રહેતા લાખો ભારતીયો માટે સુરક્ષા સૂચનાઓ જારી કરી છે. ખાસ કરીને કોઈ પણ સંવેદનશીલ ઘટના સ્થળ, વિસ્ફોટ કે સુરક્ષા સંબંધી બાબતોના ફોટા પાડવા અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવા સામે કડક મનાઈ ફરમાવવામાં આવી છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું (ભારતીય દૂતાવાસની સૂચનાઓ):
* ઘટના સ્થળની ફોટોગ્રાફી: કોઈ પણ દુર્ઘટના કે સુરક્ષા સંબંધી ઘટનાના ફોટા લેવા અથવા વિડિયો રેકોર્ડ કરવા નહીં.
* એરપોર્ટ સુરક્ષા: એરપોર્ટની અંદર પ્રવેશતી વખતે કે બહાર નીકળતી વખતે ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
* પ્રતિબંધિત વિસ્તારો: પરવાનગી વિના કોઈ પણ પ્રતિબંધિત વિસ્તારની વિડિયોગ્રાફી કરવી કાયદાકીય મુશ્કેલી નોતરી શકે છે.
* શંકાસ્પદ વસ્તુઓ: જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે શ્રાપનલ (યુદ્ધના અવશેષો) જોવા મળે, તો તેને સ્પર્શ કરવો નહીં અને તાત્કાલિક સ્થાનિક સત્તાવાળાઓને જાણ કરવી.
સુરક્ષા માટે શું કરવું?
જ્યારે પણ કોઈ કટોકટીની ચેતવણી કે 'વોર્નિંગ સાયરન' સંભળાય, ત્યારે ઉત્તેજનામાં બહાર નીકળી ફોટા પાડવાને બદલે તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવું. જ્યાં સુધી સત્તાવાર રીતે જોખમ ટળ્યાની જાહેરાત ન થાય ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ જ રહેવું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
