હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન? પ્રોટોકોલ ઉલ્લંઘન મુદ્દે કેન્દ્ર લાલચોળ, અમિતભાઈ શાહે મમતા સરકારને આડે હાથ લીધી
"બંધારણીય મર્યાદાઓનું ચીરહરણ! દેશના પ્રથમ નાગરિકની મુલાકાતમાં બેદરકારી મુદ્દે દિલ્હીથી કોલકાતા સુધી રાજકીય ગરમાવો!"

નવી દિલ્હી/કોલકાતા:પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પ્રોટોકોલમાં થયેલી ગંભીર ચૂક બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. દાર્જિલિંગમાં આયોજિત સંથાલ સંમેલન દરમિયાન થયેલી ગેરવ્યવસ્થા અને સુરક્ષા ખામીઓ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી આજે સાંજ સુધીમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
રાષ્ટ્રપતિ મુર્મુ 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્થળ છેલ્લી ઘડીએ બદલવામાં આવતા અને ત્યાં પૂરતી સુવિધાઓ ન હોવાથી રાષ્ટ્રપતિએ પોતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની 'નાની બહેન' ગણાવી પ્રશ્ન કર્યો હતો કે, "શું તમે મારાથી નારાજ છો? કેમ કોઈ મંત્રી મારું સ્વાગત કરવા ન આવ્યું?"
પ્રોટોકોલના ધજાગરા: ગૃહ મંત્રાલયની યાદી
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન અનેક સુરક્ષા અને વહીવટી ખામીઓ જોવા મળી હતી:
* રાષ્ટ્રપતિના સ્વાગત માટે મુખ્યમંત્રી, મુખ્ય સચિવ કે DGP હાજર રહ્યા નહોતા.
* રાષ્ટ્રપતિ માટે ફાળવાયેલા શૌચાલયમાં પાણીની સુવિધા નહોતી.
* જે રસ્તેથી રાષ્ટ્રપતિ પસાર થવાના હતા ત્યાં ગંદકી અને કચરાના ઢગલા હતા.
* કાર્યક્રમનું સ્થળ બદલાતા હજારો આદિવાસી ભાઈ-બહેનો કાર્યક્રમથી વંચિત રહ્યા.
અમિતભાઈ શાહનો આકરો પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ ઘટનાને લોકશાહીના મૂલ્યો પર હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "ટીએમસી સરકાર ભારતના રાષ્ટ્રપતિનું અપમાન કરીને નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના કાર્યક્રમમાં આવું વર્તન સમગ્ર રાષ્ટ્રનું અપમાન છે. આ અરાજકતા સાંખી લેવામાં આવશે નહીં."
મમતા બેનર્જીનો બચાવ
બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, તે હાલ ધરણા પર છે અને આ ખાનગી આયોજિત કાર્યક્રમ વિશે રાજ્ય સરકારને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી. તેમણે ઉમેર્યું કે, "હું રાષ્ટ્રપતિનો આદર કરું છું, પરંતુ દરેક કાર્યક્રમમાં હાજર રહેવું શક્ય નથી."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
