<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

BSNL નો હોળી ધમાકા પ્લાન: માત્ર ₹485 માં 72 દિવસ સુધી ડેટા અને કોલિંગની મોજ! પ્રાઈવેટ કંપનીઓના પરસેવા છોડાવી દે તેવી ઓફર હજુ પણ ચાલુ

રોજનો 2.5GB હાઈ-સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ; 31 માર્ચ સુધી રિચાર્જ કરનારા ગ્રાહકોને મળશે આ ખાસ લોન્ચિંગ ઓફરનો સીધો ફાયદો

અમદાવાદ, તા.૦૮: ટેલિકોમ માર્કેટમાં જ્યારે અન્ય ખાનગી કંપનીઓ પોતાના પ્લાનના ભાવમાં સતત વધારો કરી રહી છે, ત્યારે સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ ગ્રાહકો માટે પોતાનું હુકમનું પત્તું ખેલ્યું છે. BSNL એ પોતાના યુઝર્સ માટે એક એવો બજેટ ફ્રેન્ડલી પ્લાન રજૂ કર્યો છે જે ઓછી કિંમતે લાંબી વેલિડિટી અને જંગી ડેટાની સુવિધા આપે છે. કંપનીએ ખાસ હોળીના તહેવાર નિમિત્તે ₹485 નો સ્પેશિયલ પ્લાન લોન્ચ કર્યો હતો, જેની લોકપ્રિયતા જોતા કંપનીએ આ ઓફરની મર્યાદા લંબાવી છે.
શું છે ₹485 ના પ્લાનની ખાસિયત?
BSNL ના આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને પૂરા 72 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે અઢી મહિના સુધી રિચાર્જ કરાવવાની કોઈ ચિંતા રહેશે નહીં. આ પ્લાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ગ્રાહકોને દરરોજ 2.5GB હાઈ-સ્પીડ ડેટા મળે છે. જે લોકો ઓફિસનું કામ મોબાઈલ પર કરે છે અથવા વીડિયો સ્ટ્રીમિંગના શોખીન છે તેમના માટે આ ડેટા પર્યાપ્ત છે. આ ઉપરાંત, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ અને રોજ 100 SMS ની સુવિધા પણ બિલકુલ ફ્રી આપવામાં આવે છે.
31 માર્ચ સુધી છે સોનેરી તક
BSNL એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, આ આકર્ષક ઓફર 31 માર્ચ, 2026 સુધી માન્ય રહેશે. એટલે કે જે ગ્રાહકો સસ્તું અને લાંબુ રિચાર્જ શોધતા હોય તેઓ આ મહિનાના અંત સુધીમાં આ પ્લાનનો લાભ લઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓના સમાન પ્લાનની સરખામણીએ BSNL નો આ પ્લાન ઘણો સસ્તો અને ડેટાની દ્રષ્ટિએ ડબલ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.
કોના માટે આ પ્લાન શ્રેષ્ઠ છે?
જો તમે એવા યુઝર છો જેમને ઘરે વાઈ-ફાઈ નથી અને મોબાઈલ ડેટા પર જ નિર્ભર રહેવું પડે છે, તો રોજનો 2.5GB ડેટા તમારા માટે વરદાનરૂપ છે. વળી, જેમને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈએ છે તેમના માટે 72 દિવસની આ વેલિડિટી એક પરફેક્ટ વિકલ્પ છે.

(5:14 PM IST)