હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બેંક ઓફ બરોડાનો માસ્ટરસ્ટ્રોક: ₹2 લાખના રોકાણ પર મેળવો અધધ ₹82,956નું વ્યાજ! સેફ ડિપોઝિટ સાથે રિટર્નની ગેરંટી, જાણો શું છે આખી સ્કીમ?
મોંઘવારીના જમાનામાં કમાણીની સોનેરી તક: BOBની સ્પેશિયલ FD સ્કીમમાં વ્યાજ દરોમાં મોટો ઉછાળો, સામાન્ય જનતાથી લઈને સુપર સિનિયર સિટીઝન સુધી સૌને થશે જલસો!

અમદાવાદ: રોકાણકારો માટે ખુશખબર છે! જો તમે પણ તમારા મહેનતના નાણાંને સુરક્ષિત રાખીને તેના પર ઉંચું વળતર મેળવવા માંગો છો, તો બેંક ઓફ બરોડા (BOB) એક શાનદાર ઓફર લઈને આવી છે. દેશની અગ્રણી સરકારી બેંક ગણાતી BOB એ તેની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ના વ્યાજ દરોમાં ફેરફાર કરીને ગ્રાહકોને માલામાલ કરવાની તૈયારી કરી લીધી છે. આ સ્કીમની ખાસિયત એ છે કે તેમાં જોખમ શૂન્ય છે અને વળતરની ગેરંટી ૧૦૦ ટકા છે.
કેવી રીતે મળશે ₹82,956નું જંગી વ્યાજ?
આ આંકડો સાંભળીને નવાઈ લાગશે, પણ ગણિત એકદમ સ્પષ્ટ છે. જો તમે સુપર સિનિયર સિટીઝન (૮૦ વર્ષથી વધુ ઉંમર) છો અને બેંકમાં ૫ વર્ષ માટે ₹૨,૦૦,૦૦૦ નું રોકાણ કરો છો, તો ૭.૦૦% ના વાર્ષિક વ્યાજ દર મુજબ મેચ્યોરિટી પર તમને કુલ ₹૨,૮૨,૯૫૬ મળશે. એટલે કે, બેઠા બેઠા તમને ₹૮૨,૯૫૬ માત્ર વ્યાજ તરીકે જ મળશે. તેવી જ રીતે, સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી વધુ) ને ₹૮૧,૫૬૮ અને સામાન્ય નાગરિકોને ₹૭૩,૩૮૦ જેટલું વ્યાજ મળવાપાત્ર છે.
'bob Square Drive Deposit Scheme': ૪૪૪ દિવસનો સ્પેશિયલ પ્લાન
ટૂંકા ગાળામાં વધુ નફો જોઈતો હોય તેવા ગ્રાહકો માટે બેંકે ૪૪૪ દિવસની સ્પેશિયલ એફડી લોન્ચ કરી છે. આ સ્કીમમાં સામાન્ય નાગરિકોને ૬.૪૫%, સિનિયર સિટીઝનને ૬.૯૫% અને સુપર સિનિયર સિટીઝનને સૌથી વધુ એટલે કે ૭.૦૫% વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડામાં તમે તમારી જરૂરિયાત મુજબ ૭ દિવસથી લઈને ૧૦ વર્ષ સુધીના કોઈપણ સમયગાળા માટે એફડી કરાવી શકો છો.
સુરક્ષિત રોકાણ અને ટેક્સમાં રાહત
આ યોજનામાં રોકાણ કરવાનો મોટો ફાયદો એ છે કે સરકારી બેંક હોવાને કારણે તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહે છે. વધુમાં, નિશ્ચિત મર્યાદા સુધીના રોકાણ પર ગ્રાહકોને ટેક્સમાં પણ રાહત મળી શકે છે. હાલના અનિશ્ચિત બજારમાં જ્યારે શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે બેંકની આ એફડી સ્કીમ મધ્યમ વર્ગના પરિવારો માટે 'સેફ હેવન' સાબિત થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
