<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

દુબઈ ફૂડ ક્રાઈસીસ: દુબઈમાં ખાવાની ચીજોની અછત: માત્ર ૮ દિવસનું જ રાશન બચ્યું હોવાની આશંકા

ઇરાન-ઇઝરાયેલ તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી ગંભીર ખાદ્ય સંકટ: ભારત ચાર્ટર્ડ ફ્લાઇટથી કરી રહ્યું છે મદદ

ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાના ઇરાનના નિર્ણયથી દુબઈમાં ગંભીર ખાદ્ય સંકટ ઊભું થયું છે. પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, દુબઈમાં હવે માત્ર ૮ થી ૧૦ દિવસ ચાલે તેટલા જ તાજા ફળો અને શાકભાજી બચ્યા છે. સમુદ્રી વ્યાપારના રસ્તાઓ રોકાઈ જવાથી માલવાહક જહાજોની અવરજવર ઠપ થઈ ગઈ છે. 

 

આ કટોકટીના સમયે ભારત ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા ખાદ્ય સામગ્રી પૂરી પાડીને દુબઈની મદદ કરી રહ્યું છે. નિષ્ણાતોની ચેતવણી છે કે જો ટૂંક સમયમાં સમુદ્રી વ્યાપાર પૂર્વવત નહીં થાય, તો દુબઈમાં આગામી એક સપ્તાહમાં તાજા ફળો અને શાકભાજી સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે અને સ્થિતિ વધુ વણસી શકે છે. 

(5:33 PM IST)