<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

યુએસ-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધ: લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇક, ૧૯ ના મોત, ઇરાની એફ-૧૪ જેટ તબાહ

તેહરાન અને અલ્બોર્ઝમાં ૪ ઓઇલ ફેસિલિટી પર હુમલો, ઈંધણ સળગતા રસ્તાઓ પર આગની નદીઓ વહેવા લાગી

લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલે ભીષણ એરસ્ટ્રાઇક કરી છે, જેમાં ૧૯ લોકોના મોત નીપજ્યા છે. આ હુમલામાં એક ઇરાની એફ-૧૪ ફાઇટર જેટ પણ તબાહ થઈ ગયું છે. ડિજિટલ મીડિયા અને સત્તાવાર અહેવાલો અનુસાર, હુમલા બાદ આખી ઇમારત કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિક સિવિલ ડિફેન્સ અને બચાવ કર્મીઓ કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. ઘણા લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. 

 

રેડ ક્રેસન્ટના રિપોર્ટ અનુસાર, આસપાસના સેંકડો ઘરો અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, તેહરાન અને અલ્બોર્ઝમાં ૪ ઓઇલ સ્ટોરેજ ફેસિલિટી અને એક ફ્યુઅલ ટ્રાન્સફર સેન્ટર પર પણ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં ૪ ટેન્કર ડ્રાઈવરોના મોત થયા છે. હુમલા બાદ શહેરમાં મોટા પાયે આગ ફાટી નીકળી હતી અને રસ્તાઓ પર ઈંધણ ફેલાઈ જવાથી આગની નદી વહેતી હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. 

(5:48 PM IST)