હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 8th March 2026
બહેરીનમાં યુએસ નેવીના ફિફ્થ ફ્લીટ પર ઇરાનનો મોટો હુમલો, આઈઆરજીસીની કાર્યવાહીમાં ૨૧ અમેરિકી સૈનિકોના મોત: મનામામાં મિસાઇલ અને શાહેદ-૧૩૬ ડ્રોનથી હુમલો

બહેરીનના મનામામાં તૈનાત અમેરિકન નેવીના પાંચમા કાફલા (ફિફ્થ ફ્લીટ) પર ઇરાને મિસાઇલ અને શાહેદ-૧૩૬ ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. આઈઆરજીસી (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ની આ કાર્યવાહીમાં ૨૧ અમેરિકન સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના બાદ મિડલ ઈસ્ટમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સત્તાવાર અહેવાલો અનુસાર, આ હુમલાને યુએસ-ઇરાન વચ્ચેના સીધા "નેવલ વોર"ની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં વધતા તણાવ અને તેના સંભવિત બંધ થવાની સ્થિતિમાં દુનિયાભરના તેલ પુરવઠા પર ગંભીર અસર થવાની પૂરી શક્યતાઓ છે. આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
