હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ટીમ ઇન્ડિયાને ગૌરવવંતો સંદેશ: 'શાબાશ, ટીમ ઇન્ડિયા!'
ભારતીય ટીમની ટી-૨૦ વર્લ્ડ કપની ઐતિહાસિક જીત પર નરેન્દ્રભાઈએ ગર્વ વ્યક્ત કરી ખેલાડીઓને વધાવ્યા: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ટ્વિટ કરીને નરેન્દ્રભાઈએ આ જીતને ખેલાડીઓના અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું સાચું પ્રતિબિંબ ગણાવ્યું

નવી દિલ્હી: આઇસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની રોમાંચક ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને કચડીને ટીમ ઇન્ડિયાએ ક્રિકેટ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. પોતાના ઘરેલુ મેદાન, અમદાવાદના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ખરાખરીની મેચમાં ભારતે ૯૬ રને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા પોતાના ટાઇટલનો સફળ બચાવ કરનારી, પોતાના ઘરઆંગણે જીતનારી અને કુલ ત્રણ વખત (૨૦૦૭, ૨૦૨૪, અને ૨૦૨૬) આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતનારી વિશ્વની એકમાત્ર ટીમ બની ગઈ છે.
પીએમ નરેન્દ્રભાઈ મોદીનો ખાસ સંદેશ:
આ ઐતિહાસિક જીત બાદ દેશભરમાં દિવાળી જેવો જશ્નનો માહોલ છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર વિશેષ અભિનંદન પાઠવતા લખ્યું છે કે, "આઇસીસી મેન્સ ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું સાચું પ્રતિબિંબ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ મનોબળ બતાવ્યું છે. આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે. શાબાશ, ટીમ ઇન્ડિયા!"
મેચનો રોમાંચ અને આંકડાકીય માહિતી:
ફાઇનલ મેચમાં ભારતીય બેટ્સમેનોએ મેદાન પર રનોનો વરસાદ કરી દીધો હતો. ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૨૫૫ રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો, જે ટી-૨૦ વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. સંજુ સેમસને ૮૯ રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે ઇશાન કિશને ૫૪ અને યુવા બેટ્સમેન અભિષેક શર્માએ ૫૨ રન ફટકાર્યા હતા. જ્યારે ડૂબ છેલ્લી ઓવરમાં
૨૦ રન ઝૂડી કાઢ્યા હતા
૨૫૬ રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરોના તરખાટ સામે ૧૯ ઓવરમાં માત્ર ૧૫૯ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઘાતક બોલિંગ કરતા જસપ્રીત બુમરાહે ૪ વિકેટ અને ગુજરાતી અક્ષર પટેલે ૩ વિકેટ ઝડપીને કીવી ટીમની કમર તોડી નાખી હતી.
નરેન્દ્રભાઈ મોદીનો અક્ષરશઃ ટ્વિટ સંદેશ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ 'એક્સ' (ટ્વિટર) પર ટીમ ઇન્ડિયાને અભિનંદન આપતા અક્ષરશઃ નીચે મુજબ લખ્યું છે:
> "આઈસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કૌશલ્ય, નિશ્ચય અને ટીમ વર્કનું પ્રતિબિંબ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ મનોબળ બતાવ્યું છે. આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે. શાબાશ, ટીમ ઈન્ડિયા!"









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
