<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

લોકસભામાં ૫૪૩ સાંસદોમાંથી ૭૪ (૧૪ ટકા): વિધાનસભાઓમાં ૩૯૦ (૯ ટકા) મહિલાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશની તમામ વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્‍વને લઇને ADR દ્વારા અહેવાલ જાહેર કરાયો : ગુજરાત વિધાનસભામાં ૧૪ મહિલા MLA છે. જેમાં, ભાવનગર લોકસભા મત-વિસ્‍તારમાંથી ભાજપના નિમુબેન બાંભણિયા સૌથી વધુ ૬૯.૭૦ ટકા વોટ-શેર સાથે જીત્‍યા હતાઃ બેંગ્‍લોર ઉત્તર મત વિસ્‍તાર (કર્ણાટક)માંથી ભાજપના શોભા કરંદલાજે સૌથી વધુ મત ૯,૮૬,૦૪૯ સાથે જીત્‍યા છે

નવી દિલ્‍હી,તા.૯: આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશના તમામ વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્‍વને લઇને ADR દ્વારા એક અહેવાલ જાહેર કરાયો છે. જેમાં,  દેશભરમાં વર્તમાન લોકસભા અને રાજ્‍ય-કેન્‍દ્રશાસિત પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ઉતર્યા હોય અને ચૂંટણી જીતીને MLA અથવા MP બનેલાનું વિશ્‍લેષણ કરાયું છે. આ અહેવાલમાં કહેવાયું છે કે, હાલમાં ગુજરાતમાંથી ૪ મહિલા લોકસભા સાંસદ છે અને ગુજરાત વિધાનસભામાં ૧૪ મહિલા MLA છે. જેમાં, ભાવનગર લોકસભા મત-વિસ્‍તારમાંથી ભાજપના નિમુબેન બાંભણિયા સૌથી વધુ ૬૯.૭૦ ટકા વોટ-શેર સાથે જીત્‍યા હતા. બેંગ્‍લોર ઉત્તર મત વિસ્‍તાર (કર્ણાટક)માંથી ભાજપના શોભા કરંદલાજે સૌથી વધુ મત ૯,૮૬,૦૪૯ સાથે જીત્‍યા છે. દેશભરના ૪,૧૨૩ ધારાસભ્‍યોમાં ૩૯૦ (૯ ટકા) મહિલા છે. લોકસભામાં ૫૪૩ સાંસદોમાંથી ૭૪ (૧૪ ટકા) મહિલા સાંસદો છે. મહિલા સાંસદ વગરનું એકમાત્ર મોટું રાજ્‍ય કેરળ છે. પヘમિ બંગાળમાં સૌથી વધુ ૧૧ મહિલા સાંસદ છે ત્‍યારબાદ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર ૭ અને મધ્‍યપ્રદેશમાં ૬ છે. ભાજપમાં સૌથી વધુ ૩૧, કોંગ્રેસમાં ૧૩ અને એઆઈટીસીમાં ૧૧ મહિલા સાંસદો છે.

જ્‍યારે, રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૪૭ મહિલા ધારાસભ્‍ય છે ત્‍યારબાદ પヘમિ બંગાળમાં ૪૦, બિહારમાં ૨૯ અને મધ્‍યપ્રદેશમાં ૨૭ ધારાસભ્‍ય છે. ભાજપમાં સૌથી વધુ ૧૬૩ મહિલા ધારાસભ્‍ય છે ત્‍યારબાદ કોંગ્રેસમાં ૫૯ અને એઆઈટીસીમાં ૩૪ ધારાસભ્‍ય છે. રાજ્‍ય અને કેન્‍દ્રશાસિત પ્રદેશ વિધાનસભાઓમાં મહિલા ઉમેદવારો કરતા પુરુષ ઉમેદવારોનો હિસ્‍સો વધુ હતો. ૩૯૦૩૩ પુરુષ ઉમેદવારોમાંથી ૩૭૩૩ (૧૦%) ચૂંટણી જીતી હતી. ૪૨૯૫ મહિલા ઉમેદવારોમાંથી ૩૯૦ (૯%) ચૂંટાયા હતા. ૨૦ થર્ડ જેન્‍ડર ઉમેદવારોએ ચૂંટણી લડી હતી પરંતુ તેમાંથી કોઈ પણ ચૂંટાયું ન હતું. મહિલા ધારાસભ્‍યોમાં ચંદેલ મતવિસ્‍તાર (મણિપુર)થી એસ.એસ.ઓલિશ (ભાજપ)  સૌથી વધુ મત શેર એટલે કે ૭૯.૦૬ ટકા અને મહાદેવપુરા (એસસી) મતવિસ્‍તાર (કર્ણાટક)માંથી મંજુલા એસ (ભાજપ) સૌથી વધુ મત એટલે કે ૧,૮૧,૭૩૧ મત સાથે જીત્‍યા છે.

આ અહેવાલમાં ફોજદારી કેસો સાથે વર્તમાન મહિલા સાંસદો-ધારાસભ્‍યોના કરાયેલા વિશ્‍લેષણ મુજબ, ૪૭૬ મહિલા સાંસદો-ધારાસભ્‍યોમાંથી ૧૨૭ (૨૭ ટકા) એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. લોકસભાના ૭૫ મહિલા સાંસદમાંથી ૨૪ (૩૨ ટકા) અને ૪૦૧ મહિલા ધારાસભ્‍યમાંથી ૧૦૩ (૨૬ ટકા)એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. ગંભીર ફોજદારી કેસો ધરાવતી મહિલા સાંસદો-ધારાસભ્‍યોમાં ૪૭૬ મહિલા સાંસદો-ધારાસભ્‍યોનું વિશ્‍લેષણ કરવામાં આવ્‍યું છે, જેમાંથી ૬૮ (૧૪ ટકા) એ પોતાની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. 

લોકસભાના ૭૫ મહિલા સાંસદોમાંથી ૧૪ (૧૯ ટકા) અને ૪૦૧ મહિલા ધારાસભ્‍યોમાંથી ૫૪ (૧૩ ટકા)એ પોતાની વિરુદ્ધ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે.

મહિલાઓની રાજકીય ભાગીદારી અને પ્રતિનિધિત્‍વમુખ્‍ય મુદ્દાઓ

 દેશભરમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં લડનારા કુલ ૫૧,૭૦૮ ઉમેદવારોમાંથી માત્ર ૫૦૯૫ (૧૦ ટકા) મહિલા છે.

 લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કુલ ૮,૩૬૦ ઉમેદવારોમાંથી ૮૦૦ (૯.૬%) મહિલા ઉમેદવારો હતા, જ્‍યારે ૧૫૨ (૨૮%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર ન હતો.

 વિધાનસભા ચૂંટણીમાં ૪૩,૩૪૮ ઉમેદવારમાંથી ૪,૨૯૫ (૧૦%) મહિલા ઉમેદવારો હતા, ૧૬૯૮ (૪૧%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર ન હતો.

 કોઈ પણ રાજ્‍ય અથવા કેન્‍દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ૧૫% થી વધુ મહિલા ઉમેદવારો નથી.

 દિલ્‍હી ૧૪%, ઓડિશા (૧૪%), છત્તીસગઢ (૧૩%), ઉત્તર પ્રદેશ (૧૩%) અને ત્રિપુરા (૧૨%)માં સૌથી વધુ મહિલા ઉમેદવારો જોવા મળ્‍યા.

 ૧૮મી લોકસભામાં ૫૪૩ સાંસદોમાંથી ૭૪ (૧૪ ટકા) મહિલા સાંસદો છે.

 પヘમિ બંગાળમાં સૌથી વધુ ૧૧ મહિલા સાંસદ ત્‍યારબાદ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ૭ અને મધ્‍યપ્રદેશમાં ૬ છે.

દેશભરના ૪,૧૨૩ ધારાસભ્‍યોમાંથી ૩૯૦ (૯ ટકા) મહિલા ધારાસભ્‍યો છે.

 વિશ્‍લેષણ કરાયેલ ૪૭૬ મહિલા સાંસદો-ધારાસભ્‍યોમાંથી ૧૨૭ (૨૭ ટકા)એ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા, જ્‍યારે ૬૮ (૧૪ ટકા)એ ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે.

૪૭૬ મહિલા સાંસદો-ધારાસભ્‍યોમાંથી ૧૪ (૩ ટકા) અબજોપતિ છે.

મહિલા સાંસદ-ધારાસભ્‍ય દીઠ સરેરાશ સંપત્તિ ૧૭.૩૦ કરોડ રૂપિયા છે અને કુલ સંપત્તિ ૮,૨૩૪ કરોડ રૂપિયા છે.

 શિક્ષણના આધારે ૩૩૩ (૭૦ ટકા) મહિલા સાંસદો-ધારાસભ્‍યોએ ગ્રેજ્‍યુએટ અથવા તેથી વધુ શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે.

સંસદમાં મહિલા પ્રતિનિધિત્‍વના સંદર્ભમાં ભારત ૧૮૫ દેશોમાં ૧૫૧મા ક્રમે

ભારત સૌથી મોટી સંસદીય લોકશાહી છે જેમાં ૬૬૨.૯ મિલિયન મતદારો મહિલા છે. વૈશ્વિક સ્‍તરના IPV રેન્‍કિંગ મુજબ, સંસદમાં મહિલા પ્રતિનિધિત્‍વના સંદર્ભમાં ભારત ૧૮૫ દેશોમાં ૧૫૧મા ક્રમે છે. મહિલાઓનું રાજકીય સશક્‍તિકરણ એ લિગ સમાનતા પ્રાપ્ત કરવાની ચાવી છે. ભારતમાં મહિલાઓની રાજકીય ભાગીદારીને લઈને એક વિચિત્ર વિરોધાભાસ છે, જ્‍યાં એક તરફ આપણને શક્‍તિશાળી મહિલા રાજકીય નેતાઓ જોવા મળે છે અને બીજી તરફ સંસદ અને રાજ્‍ય વિધાનસભાઓમાં માત્ર થોડી જ મહિલાઓ છે. જ્‍યારે શહેરી સ્‍થાનિક સંસ્‍થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામત છે, ત્‍યારે મતદારો તરીકે મહિલાઓની નોંધણી અને મહિલા રાજકીય ભાગીદારીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્‍યો છે, આનાથી રાજ્‍ય વિધાનસભાઓ અથવા સંસદમાં પ્રતિનિધિત્‍વમાં વધારો થયો નથી. ભારતની લગભગ ૪૯ ટકા વસતી મહિલા છે. જો કે, વર્તમાન સંસદમાં માત્ર ૧૪ ટકા સભ્‍યો મહિલા છે.

(10:00 AM IST)