<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

દિલ્‍હી-ગોવા ફલાઇટના શૌચાલયમાં એક વ્‍યક્‍તિ બીડી પીતો પકડાયોઃ પોલીસે કેસ દાખલ કર્યો

પણજી તા.૯: પોલીસે રવિવારે જણાવ્‍યું હતું કે દિલ્‍હી-ગોવા ફલાઇટમાં શૌચાલયમાં બીડી પીતા મુસાફર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે. પોલીસે જણાવ્‍યું હતું કે આ ઘટના શનિવારે બની હતી જ્‍યારે દિલ્‍હીનો રહેવાસી આશિષ રાષ્ટ્રીય રાજધાનીથી ગોવા જઈ રહેલી અકાસા એરની ફલાઇટ QP-1625માં મુસાફરી કરી રહ્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, એરલાઇને તેની ફરિયાદમાં જણાવ્‍યું હતું કે મુસાફરે ફલાઇટ દરમિયાન વિમાનના શૌચાલયમાં બીડી પીધી હતી અને તેની સાથે લાઇટર મળી આવ્‍યું હતું, જે વિમાન અને તેમાં સવાર મુસાફરોની સલામતી માટે જોખમી બની શકે છે.

પોલીસે કહ્યું કે આ કૃત્‍ય ફલાઇટ દરમિયાન સાથી મુસાફરો અને ક્રૂ સભ્‍યોની સલામતી માટે જોખમી હતું. પોલીસે કહ્યું કે મુસાફર સામે મોપા એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં કેસ નોંધવામાં આવ્‍યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. અકાસા એરએ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે તેના ક્રૂએ જરૂરી પ્રોટોકોલૅનું પાલન કર્યું હતું. એરલાઇને એક નિવેદનમાં જણાવ્‍યું હતું કે, ૭ માર્ચે અકાસા એરની ફલાઇટ QP-1625માં વિમાનના શૌચાલયમાં એક મુસાફર ધૂમ્રપાન કરતો જોવા મળ્‍યો હતો.

એરલાઇને કહ્યું હતું કે ક્રૂએ સલામતી અને નિયમનકારી પ્રક્રિયાઓ અને કાયદા અનુસાર જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને ગોવા પહોંચ્‍યા પછી તે વ્‍યક્‍તિને સંબંધિત અધિકારીઓને સોંપી દીધો હતો.

 

(10:19 AM IST)