News of Monday, 9th March 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૩૫

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
લોકો મારી પાસે આવીને કહે છેઃ અમે તો પ્રમાણિક છીએ પરંતુ અપ્રમાણિક લોકો મોજ કરી રહ્યા છે. હું તેમને કહું છુંラતમને કહ્યું કોણે કે પ્રમાણિક મજા કરશે? તેઓ કહે છેઃ અપ્રમાણિક લોકોએ તો મોટા મકાન બાંધી લીધા હકીકત તો એ છે કે - તમે અપ્રમાણિકતાની તકલીફો પણ ભોગવવા નથી ઇચ્છતા અને પ્રમાણિક રહીને મોટું મકાન પણ ઇચ્છો છો.જો પ્રમાણિક રહેશો તો મકાન નાનું જ રહેશે. નાના મકાનના પણ પોતાના સુખ છે. મોટા મકાનમાં જ સુખ મળે તેવું તમને કહ્યું કોણે? ખૂબ ધનમાં સુખ છે, તેવું તમને કહ્યું કોણે? મોટા ધનવાનોને શાંતિ છે? ચેન છે? પરંતુ તમે તો તેમની માત્ર બાહ્ય જાહોજલાલીને જ જુઓ છો.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
