<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઇઝરાયલનો ‘માસ્‍ટરસ્‍ટ્રોક': ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની IDFના હુમલામાં ઇજા

ખામનેઈની હત્‍યા બાદ ગાદી સંભાળતા જ પુત્ર પર આભ તૂટયું : નવા નેતાની વરણી રોકવા ઇઝરાયેલની સેના હવે આરપારના મૂડમાં

તેલ અવીવ, તા.૯: પヘમિ એશિયાનો સંઘર્ષ હવે સીધો ‘સત્તાના સર્વોચ્‍ચ શિખર' સુધી પહોંચી ગયો છે. ઈરાનના શક્‍તિશાળી નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્‍યાના આઘાતમાંથી ઈરાન હજુ બહાર આવ્‍યું નહોતું, ત્‍યાં જ ઇઝરાયેલના સંરક્ષણ દળો એ મોટો દાવો કર્યો છે કે તેમના હવાઈ હુમલામાં ઈરાનના નવા ચૂંટાયેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ થયા છે. જે સમયે ઈરાનની ‘એસેમ્‍બલી ઓફ એક્‍સપર્ટ્‍સ' મોજતબાને તેમના પિતાના ઉત્તરાધિકારી જાહેર કરવાની તૈયારી કરી રહી હતી, બરાબર તે જ સમયે ઇઝરાયેલના લડાયક વિમાનોએ કોમ શહેરની તે ઈમારતને નિશાન બનાવી હતી. ઇઝરાયેલના સૈન્‍ય પ્રવક્‍તાએ સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનના નવા નેતળત્‍વને સ્‍થિર થવા દેવા માંગતા નથી અને આ હુમલા તે રણનીતિનો જ એક ભાગ છે.

ઈરાનની અંદર અત્‍યારે ભારે અરાજકતાનો માહોલ છે. એક તરફ મોજતબા ખામેનીને નવા સુ-ીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્‍યા હોવાના અહેવાલો છે, તો બીજી તરફ વરિષ્ઠ ધર્મગુરુઓમાં ફફડાટ છે કે જો મોજતબા સત્તા સંભાળશે તો ઇઝરાયેલ અને અમેરિકા તેમને સીધું નિશાન બનાવશે. ન્‍યૂ યોર્ક ટાઇમ્‍સના અહેવાલો મુજબ, ઈરાની નેતળત્‍વ અત્‍યારે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. ૨૮ ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં આયાતુલ્લા ખામેનીના મોતના દસમા દિવસે પણ ઈરાન મિસાઈલો અને ડ્રોન દ્વારા વળતો પ્રહાર કરી રહ્યું છે, પરંતુ પોતાના ટોચના નેતાના પુત્ર અને વારસદાર પર થયેલા આ જીવલેણ હુમલાએ ઈરાનની સુરક્ષા વ્‍યવસ્‍થાની પોલ ખોલી નાખી છે.

આ સંઘર્ષ હવે વ્‍યક્‍તિગત દુશ્‍મની અને સત્તાના સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. IDF ના બ્રિગેડિયર જનરલ એફી ડિફ્રિને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તેઓ ઈરાનની ૮૮ સભ્‍યોની એ સમિતિને કામ કરવા દેશે નહીં જે નવા લીડરની પસંદગી કરે છે. અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્‍ત ઓપરેશન બાદ હવે ઈરાન પણ અખાતી દેશોમાં આવેલા અમેરિકન સૈન્‍ય મથકો પર બોમ્‍બમારો કરી રહ્યું છે. પヘમિ એશિયામાં સર્જાયેલી આ કટોકટીમાં અત્‍યાર સુધી અનેક જાનહાનિ થઈ છે અને જો મોજતબા ખામેનીની સ્‍થિતિ વધુ બગડશે, તો સમગ્ર મુસ્‍લિમ જગત અને ઇઝરાયેલ વચ્‍ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શકયતા છે.

(2:42 PM IST)