<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર પરથી છેલ્લા બે વર્ષમાં 38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો

અત્યાર સુધી 1018 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે 141 દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ હજી પકડવાના બાકી

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ પરથી છેલ્લા બે વર્ષમાં 38 કરોડ રૂપિયાથી વધુના દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. સરહદી ચેકપોસ્ટ પરથી કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો અને 1,56,265 બીયરની બોટલો પકડી આવ્યા છે, જેમાં દારૂની અંદાજિત કિંમત રૂ. 3,38,89,31,117/- અને બીયરના જથ્થાની કિંમત રૂ. 3,33,13,915/- છે. આ ઘટનામાં અત્યાર સુધી 1018 આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે, જ્યારે 141 દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ હજી પકડવાના બાકી છે. ગૃહમાં, કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર ગૃહમંત્રીએ આ તમામ કાર્યવાહી અંગે વિગતવાર જવાબ આપ્યો હતો .

(6:59 PM IST)