હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો 'ચટાકેદાર' જશ્ન: અમેઠીના સુરેન્દ્રએ આખો દિવસ લોકોને મફત ચાટ ખવડાવી, દુકાન પર ઉમટી પડી ભારે ભીડ!
વર્લ્ડ કપ જીતવાની માનતા પૂરી થઈ અને આખું શહેર મિજબાનીમાં ડૂબ્યું: ક્રિકેટ પ્રેમી દુકાનદારે ટીમ ઈન્ડિયાના પ્રેમમાં લૂંટાવી દીધી કમાણી—અમદાવાદમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવતા જ ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ ગઈ અનોખી પાર્ટી

અમેઠી: T20 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ન્યુઝીલેન્ડને ૯૬ રને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો, ત્યારે આ જીતનો સૌથી અનોખો જશ્ન ઉત્તર પ્રદેશના અમેઠીમાં જોવા મળ્યો. અહીંના એક નાના ચાટ દુકાનદાર સુરેન્દ્રએ ભારતની જીતની ખુશીમાં આખો દિવસ ગ્રાહકોને મફત ચાટ પીરસવાની જાહેરાત કરીને સૌના દિલ જીતી લીધા હતા.
માનતા પૂરી થઈ ને જશ્ન શરૂ થયો
સુરેન્દ્ર ભારતીય ટીમનો જબરદસ્ત ચાહક છે. તેણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ૨૦૨૪ના વર્લ્ડ કપમાં ભારતની હારથી તે ખૂબ જ નિરાશ થયો હતો. આ વખતે તેણે મનોમન નક્કી કર્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે, તો તે પોતાની દુકાને આવતા દરેક વ્યક્તિને મફતમાં ચાટ ખવડાવીને આ વિજયની ઉજવણી કરશે. રવિવારે રાત્રે જેમ જ ભારતે ટાઈટલ જીત્યું, સુરેન્દ્રએ બીજા દિવસે સવારથી જ પોતાની દુકાને 'ફ્રી ચાટ'ના બોર્ડ લગાવી દીધા હતા.
દુકાન પર ઉમટી પડી ભીડ
સોમવારે વહેલી સવારથી જ સુરેન્દ્રની દુકાન પર લોકોની લાંબી લાઈનો લાગી હતી. આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો માત્ર ચાટ ખાવા જ નહીં, પણ સુરેન્દ્રના આ રાષ્ટ્રપ્રેમ અને રમત પ્રત્યેના જુસ્સાને વધાવવા માટે આવ્યા હતા. લોકો ચાટની મજા માણતા માણતા એકબીજાને ભારતની જીતની શુભકામનાઓ પાઠવતા અને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયા પ્રત્યેનો અતૂટ પ્રેમ
સુરેન્દ્ર માટે આ માત્ર ધંધો નથી, પણ પોતાની ટીમ માટેનો પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે. તેણે કહ્યું, "ભારતીય ટીમે આખા દેશનું માથું ગર્વથી ઊંચું કર્યું છે. એક સામાન્ય નાગરિક તરીકે હું આનાથી મોટી ખુશી બીજી કઈ રીતે વહેંચી શકું? આ નાનકડો ઉપહાર મારા તરફથી ટીમ ઈન્ડિયા અને મારા દેશવાસીઓ માટે છે."
સ્થાનિક લોકોએ સુરેન્દ્રની આ પહેલની ખૂબ પ્રશંસા કરી છે. રવિવારે રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતે જે રીતે ન્યુઝીલેન્ડને ધૂળ ચટાડી, તેનો સ્વાદ આજે અમેઠીના લોકો સુરેન્દ્રની ચાટની દુકાને માણી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
