હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"શું આ અરજીઓ મધ્યરાત્રિએ તૈયાર કરો છો?": દારૂ અને માંસાહાર પરની PIL જોઈને CJI લાલઘૂમ
સુપ્રીમ કોર્ટમાં કાનૂની મર્યાદા ઓળંગનાર વકીલને સૂર્યકાંત બેન્ચની આકરી ફટકાર: "જો તમે વકીલ ન હોત તો ભારે દંડ કરત" : નબળા ડ્રાફ્ટિંગ અને પાયાવિહોણી માંગણીઓ બદલ જાહેર હિતની અરજી ફગાવી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં એક વિચિત્ર જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતનો પિત્તો ગયો હતો. અરજીમાં દારૂના સેવન માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત બનાવવાની અને માંસાહારી ખોરાક પર નિયંત્રણો લાદવાની વિચિત્ર માંગ કરવામાં આવી હતી. આ અરજીનું લખાણ અને તર્ક એટલા નબળા હતા કે CJI એ કટાક્ષ કરતા પૂછ્યું, "શું તમે આ બધી અરજીઓ મધ્યરાત્રિએ (નશાની હાલતમાં હોય તેમ) તૈયાર કરો છો?" કોર્ટે સ્પષ્ટ કર્યું કે સર્વોચ્ચ અદાલત આવા પાયાવિહોણા મુદ્દાઓ માટે નથી અને આ પ્રકારની અરજીઓ ન્યાયતંત્ર પર વધારાનો બોજ નાખે છે.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, CJI ની આગેવાની હેઠળની બેન્ચે આદેશમાં નોંધ્યું હતું કે આ અરજી 'વિચારના અભાવ' અને 'કેઝ્યુઅલ ડ્રાફ્ટિંગ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અરજી કરનાર પોતે એક વકીલ હોવા છતાં, મિલકત નોંધણીથી લઈને દારૂબંધી સુધીના તમામ અસંબંધિત મુદ્દાઓને એક જ અરજીમાં ભેગા કરી દેવામાં આવ્યા હતા. CJI એ ગુસ્સામાં ટિપ્પણી કરી હતી કે, "તમે લોકો આવી ઘણી દુકાનો ચલાવી રહ્યા છો," જે સીધો સંકેત હતો કે પ્રિન્ટ અને પબ્લિસિટી મેળવવા માટે આવી અરજીઓ દાખલ કરવામાં આવે છે. જો અરજદાર વકીલ ન હોત, તો કોર્ટે તેમની પર લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હોત તેવી પણ તાકીદ કરવામાં આવી હતી.
અદાલતે અંતે આ અરજીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી અને અરજદારને કડક ચેતવણી આપી હતી કે જો ભવિષ્યમાં આવી અસ્પષ્ટ અને અયોગ્ય અરજી ફરીથી દાખલ કરવામાં આવશે, તો કોર્ટ આકરો દંડ વસૂલતા અચકાશે નહીં. બેન્ચે ઉમેર્યું કે જો કોઈ કાયદેસરની ફરિયાદ હોય તો અરજદારે સંબંધિત સરકારી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ, નહીં કે સીધા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા જોઈએ. આ ઘટનાએ કાનૂની વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે PIL નો ઉપયોગ હવે સાચા જાહેર હિતને બદલે માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે થઈ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
