હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદીનો એક ફોન કોલ રોકી શકે છે મહાયુદ્ધ: યુએઈના પૂર્વ રાજદૂતનો મોટો દાવો
પશ્ચિમ એશિયામાં સળગતી યુદ્ધની જ્વાળાઓ વચ્ચે શાંતિદૂત તરીકે ભારતની આશા: હુસૈન મિર્ઝાએ કહ્યું- "મોદીનું સન્માન ઈઝરાયેલ અને ઈરાન બંને કરે છે, તેમનો હસ્તક્ષેપ વૈશ્વિક તેલ સંકટ અને હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને દૂર કરી શકે છે"

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા ભયાનક સંઘર્ષને ડામવા માટે હવે વિશ્વની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટકેલી છે. ભારતમાં યુએઈ (UAE) ના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હસન મિર્ઝાએ એનડીટીવી સાથેની વાતચીતમાં સનસનાટીભર્યું નિવેદન આપતા જણાવ્યું છે કે, પીએમ મોદીનો માત્ર એક ફોન કોલ આ વિનાશક યુદ્ધનો અંત લાવી શકે છે. મિર્ઝાના મતે, પીએમ મોદીની પ્રતિષ્ઠા માત્ર ખાડી દેશો પૂરતી મર્યાદિત નથી, પરંતુ બંને સંઘર્ષરત દેશોના ટોચના નેતાઓ તેમને આદરથી જુએ છે, જે તેમને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી તરીકે સૌથી શક્તિશાળી નેતા બનાવે છે.
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ થવાને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે અને આર્થિક અરાજકતાનો ભય સેવાઈ રહ્યો છે ત્યારે આ નિવેદન અત્યંત મહત્વનું છે. મિર્ઝાએ સ્પષ્ટ કર્યું કે યુએઈ પોતાની ધરતીનો ઉપયોગ કોઈ પણ પ્રકારના હુમલા માટે કરવા દેવા માંગતું નથી અને તેઓ આ યુદ્ધમાં સામેલ થવાને બદલે શાંતિ ઈચ્છે છે. અબુ ધાબી ઈરાન અને ઈઝરાયેલ બંને સાથે ભાગીદારી ધરાવે છે, પરંતુ પીએમ મોદીનું વજન આ ગડબડ ઉકેલવામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે કારણ કે ભારતની તટસ્થ છબી અને મજબૂત મુત્સદ્દીગીરી અત્યારે વિશ્વની જરૂરિયાત છે.
યુદ્ધના લાંબા ખેંચાણથી દરિયાઈ વેપાર અને વીમા ક્ષેત્ર પર માઠી અસર પડી છે, જેનાથી આગામી સમયમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી શકે છે. મિર્ઝાએ ભારપૂર્વક કહ્યું કે જો પીએમ મોદી ઈરાન અને ઈઝરાયેલના તેમના સમકક્ષો સાથે સીધી વાત કરે, તો રણમેદાનમાં ગુંજતી તોપો શાંત થઈ શકે છે. પશ્ચિમ એશિયાના સામાન્ય લોકોમાં પણ મોદી પ્રત્યેના સન્માનને કારણે ભારત આ પ્રદેશમાં સ્થિરતા લાવવા માટે સૌથી આશાસ્પદ મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
