News of Tuesday, 10th March 2026
કચ્છમાં સદ્દગુરુ જગ્ગી વાસુદેવના ઈશા આશ્રમનું કેન્દ્ર સ્થપાશે? ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે સદ્દગુરુની કચ્છના મહારાણીની મુલાકાત
માંડવીના રમણીય દરિયા કિનારે કચ્છના આવેલ રાજપરિવારની જમીન ઉપર ઈશા આશ્રમ બને એવી શક્યતાઓ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : ગઈકાલે એકાએક ઈશા ફાઉન્ડેશનના સદ્દગુરુ જગ્ગી વાસુદેવ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભુજની મુલાકાત લીધી હતી.
હેલિકોપ્ટર દ્વારા સીધા જ ભુજના રણજીત વિલાસ પેલેસ આવી પહોંચેલા સદ્દગુરુ સાથે ગૌતમભાઈ અદાણીએ લગભગ એક કલાક સુધી મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોમાંથી મળતી બિન સત્તાવાર માહિતી મુજબ સદગુરુ જગ્ગી વાસુદેવ પોતાના ઇશા આશ્રમનું કેન્દ્ર કચ્છમાં ઊભું કરવા માંગે છે.
હાલના તબક્કે ચર્ચા માંડવીના દરિયા કિનારે આવેલ પ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસની છે. જોકે, આ બાબતે વધુ કાંઈ માહિતી ઉપલબ્ધ નથી.
પરંતુ માંડવીના રમણીય દરિયા કિનારે કચ્છના આવેલ રાજપરિવારની જમીન ઉપર ઈશા આશ્રમ બને એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
