ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
હવે રાંધણ ગેસના સિલિન્ડરનું બુકિંગ ૨૧ના બદલે ૨૫ દિવસે થશે
ખાડી યુદ્ધને લીધે પુરવઠામાં સર્જાયેલા અવરોધ વચ્ચે સંગ્રહખોરી અટકાવવા લેવાયેલો નિર્ણય

નવી દિલ્હી,તા.૧૦: અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલાં આક્રમણ તથા ઈરાને વળતાં પ્રહાર તરીકે અખાતી દેશો પર કરેલાં વ્યાપક હુમલાને પગલે સમગ્ર વિશ્વ પર ઈંધણનું સંકટ સર્જાયુ છે. ખાડીના દેશોમાંથી આવતાં ઓઈલ અને ગેસના પુરવઠામાં સર્જાયેલા અવરોધની અસર રાંધણ ગેસ પર પણ જોવાઈ છે. કટોકટીની આ પરિસ્થિતમાં રાંધણ ગેસના સિલિન્ડરની સંગ્રાહખોરી અટકાવવા માટે એલપીજી સિલિન્ડરના બુકિગનો સમય ૨૧ દિવસથી વધારી ૨૫ દિવસ કરી દીધો છે.
આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં હોર્મુઝની ખાડીમાંથી ઈંધણના પુરવઠાનું પરિવહન શરૂ થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છીએ. જોકે હાલ ચિતા કરવાનું કોઈ કારણ નહીં હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકાના નાગરિકોની તુલનાએ ભારતના નાગરિકો પર પડનારી અસર અલગ હશે. પાકિસ્તાનનું ઉદાહરણ ટાંકતા તેમણે જણાવ્યું હતું કે, અન્ય દેશોની તુલનાએ આપણે પ્રમાણમાં ઘણી બહેતર સ્થિતિમાં છીએ. દેશના તમામ પેટ્રોલ પંપો કાર્યરત હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, આપણી પાસે હાલ પુરતો પુરવઠો છે. દેશમાં વિમાનો માટે એટીએફ પણ પૂરતાં પ્રમાણમાં છે. અગાઉ સરકારે તમામ રિફાઈનરીઓને કોમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશ માટેના ગેસના સ્થાને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
