હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિદેશ મોકલવામાં આવતા પાર્સલના ભાવમાં કિલોએ ૪૦૦ સુધીનો વધારો

નવી દિલ્હી,તા.૧૦: ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયેલના ચાલી રહેલા યુદ્ધને કારણે વિદેશ મોકલવામાં આવતા પાર્સલ સેવા પર સીધી અસર થઈ રહી છે. કારણ કે યુદ્ધ શરૂ થયાના થોડા દિવસોમાં જ પાર્સલ મોકલવાના ભાવમાં કિલોએ ૨૫૦ રૂપિયાથી લઇને ૪૫૦ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે અનેક લોકો ભાવ વધારો ચૂકવીને પણ વિદેશ પાર્સલ મોકલવા માટે તૈયારી બતાવે છે. તે પેટે રકમની ચુકવણી કર્યા બાદ પણ સમયસર પાર્સલ મળતા નહીં હોવાના કારણે સૌથી કફોડી હાલત પાર્સલ બુકિગ લેનારની થતી હોય છે. યુદ્ધની સ્થિતિ નહોતી ત્યારે વિદેશ મોકલવા માટેના પાર્સલનું બુકિગ લીધા બાદ એક સપ્તાહમાં પાર્સલ મળી જતું હોય છે. તેમાં પણ બુકિગ લેનાર દ્વારા બીજા જ દિવસે પાર્સલ મુંબઈ પહોંચી જતું હોય છે. છેલ્લા ૧પ દિવસમાં વિદેશ મોકલવામાં આવતા પાર્સલમાં અનિયમિતતાની સંખ્યામાં વધારો થયો છે. જેથી ક્યારે પાર્સલ સામેવાળા વ્યક્તિને મળશે તે નક્કી કરી શકાય તેમ નથી.
કેટલીક એરલાઇન્સે તો પાર્સલ બુકિંગ જ બંધ કરી દીધા
છેલ્લા ત્રણ દિવસથી કેટલીક એરલાઇન્સ કંપનીએ પાર્સલ સેવા જ બંધ કરી દીધી હોવાની વિગતો જાણવા મળી છે. તે માટેનું કારણ એવું છે કે વિદેશ જતી અને ત્યાંથી આવતી ફલાઇટની સંખ્યા ઓછી હોવાના કારણે બુકિગ કરનારાઓને મેસેજ કરીને પાર્સલ સેવા મુસાફરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળી રહેતી હોય છે. આ કારણોસર એવું પણ બને છે કે છેલ્લી ઘડીએ ફલાઇટમાં પાર્સલ ચઢાવવામાં જ આવતા નથી. તેના કારણે એરલાઇન્સ કંપનીએ પાર્સલ બંધ કર્યાના હાલમાં મેસેજ પણ મોકલી દીધા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી આ પરિસ્થિતિ ક્યારે સુધરે તે હજુ કહી શકાય તેમ નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
