<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

મોદીનો એક ફોન મિડલ ઈસ્‍ટના યુદ્ધને સમાપ્ત કરી શકે છે

UAEના ભારતના રાજદૂતે કહી દીધી મોટી વાત : વડાપ્રધાન મોદીનો ઈરાન અને ઇઝરાયલમાં તેમના સમકક્ષોને એક ફોન આ સમસ્‍યા હલ કરાવી શકે છે અને યુદ્ધ પૂરું થઈ શકે છે

નવી દિલ્‍હી,તા.૧૦: મિડલ ઈસ્‍ટના ખાડી દેશો વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધે વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા પર અસર શરૂ કરી દીધી છે. હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થવાને કારણે ભારત સહિત અનેક દેશોમાં ઊર્જાપૂર્તિની ચિતા મંડરાવા લાગી છે. યુદ્ધમાં સામેલ દેશો પણ અસુરક્ષાની ચરમ પર છે ત્‍યારે ભારતમાં શ્‍ખ્‍ચ્‍ના રાજદૂત હુસેન હસન મિર્ઝાએ ભારતના વડા પ્રધાન મોદીમાં જબરો વિશ્વાસ દાખવતું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું હતું કે ‘વડા પ્રધાન મોદી જો ઈરાન અને ઇઝરાયલમાં બેઠેલા તેમના સમકક્ષો સાથે વાત કરશે તો તેમનો એક ફોન-કોલ મુદાને હલ કરી શકે છે. સાચું કહું તો મને સમજાતું નથી કે અમે (UAE) આમાં કેમ સામેલ થયા છીએ? વડા પ્રધાન મોદીનો ઈરાન અને ઇઝરાયલમાં તેમના સમકક્ષોને એક ફોન આ સમસ્‍યા હલ કરાવી શકે છે અને યુદ્ધ પૂરું થઈ શકે છે. મોદી પરનો આ વિશ્વાસ બન્ને નેતાઓ સાથેના મજબૂત સંબંધોને કારણે છે. બન્ને દેશોને મોદી માટે ખૂબ સન્‍માન છે

(10:02 AM IST)