કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૫ રવિવાર
મિશેલ વિવાદઃ આઈસીસી અર્શદીપને સજા ફટકારશે?

નવી દિલ્હીઃ ફાઈનલ મેચ દરમિયાન અર્શદીપ સિહની બીજી ઓવરમાં એક વિવાદાસ્પદ ક્ષણ સર્જાઈ હતી. અર્શદીપે ફિલ્ડિંગ કરતી વખતે બોલ સીધો ન્યુઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગ પર વાગ્યો હતો. આ ઘટના બાદ મેદાન પર ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો.
અર્શદીપ સિંહ પર આઈસીસી આચાર સંહિતાની કલમ ૨.૯ ના ભંગનો આરોપ લાગી શકે છે. કોઈ પણ ખેલાડી કે બેટર તરફ જોખમી રીતે બોલ કે અન્ય સાધન ફેંકવું એ રમતની ભાવના સામે માનવામાં આવે છે. આ લેવલ-૧નો ગુનો ગણાય છે. જેમાં ખેલાડીને તેની મેચ ફીના ૫૦ ટકા સુધીનો દંડ અને ૧ થી ૨ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવી શકે છે.
જો કોઈ ખેલાડીના ખાતામાં ૨૪ મહિનાની અંદર ૪ ડિમેરિટ પોઈન્ટ જમા થાય, તો તેના પર એક ટેસ્ટ અથવા બે વ્હાઇટ-બોલ મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. જોકે અર્શદીપે મેચ બાદ મિશેલની માફી માંગી લીધી હતી, પરંતુ આ/સીસી ભૂતકાળના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
