<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

પુતિન બન્‍યા ‘શાંતિ દૂત': ટ્રમ્‍પ સાથે વાતચીતમાં યુદ્ધ રોકવા રજૂ કર્યો માસ્‍ટર પ્‍લાન

પશ્ચિમ એશિયામાં ભભૂકતી જ્‍વાળાઓ વચ્‍ચે રશિયાની એન્‍ટ્રીઃ ઈરાનના અસ્‍તિત્‍વ અને તેલના ભડકે બળતા ભાવને રોકવા પુતિનનો શાંતિ પ્રસ્‍તાવ

મોસ્‍કો, તા.૧૦: છેલ્લા ૧૧ દિવસથી ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે સમગ્ર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભું કરી દીધું છે. આવા કટોકટીના સમયે, રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન અચાનક એક શાંતિ દૂત તરીકે ઉભરી આવ્‍યા છે. મંગળવારે અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને પુતિન વચ્‍ચે લગભગ એક કલાક સુધી ચાલેલી લાંબી મંત્રણાએ વૈશ્વિક રાજકારણમાં નવો વળાંક આપ્‍યો છે. આ વાતચીત દરમિયાન પુતિને પヘમિ એશિયામાં શાંતિ સ્‍થાપવા માટે એક ખાસ પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો. નોંધનીય છે કે ઈરાન રશિયાનું વ્‍યૂહાત્‍મક સાથી હોવાથી પુતિનની આ મધ્‍યસ્‍થતા અત્‍યંત મહત્‍વની માનવામાં આવે છે, જે યુદ્ધના મેદાનમાં હથિયારો હેઠા મુકવા માટે નિમિત્ત બની શકે છે.

આ હાઈ-પ્રોફાઈલ વાતચીતમાં માત્ર ઈરાન જ નહીં, પરંતુ છેલ્લા ચાર વર્ષથી ચાલતા યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ગાજ્‍યો હતો. પુતિને ટ્રમ્‍પને યુક્રેન મોરચે રશિયન સેનાની વર્તમાન સ્‍થિતિ અને તેમની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. ક્રેમલિનના જણાવ્‍યા અનુસાર, પુતિને સ્‍પષ્ટ કર્યું કે રશિયા પヘમિ એશિયામાં સ્‍થિરતા ઈચ્‍છે છે અને જો અમેરિકા તેમજ ઈઝરાયેલ સકારાત્‍મક વલણ અપનાવે તો ઈરાન સાથેની મંત્રણા દ્વારા ઉકેલ લાવી શકાય તેમ છે. ટ્રમ્‍પે પણ પુતિનના આ પ્રસ્‍તાવને ગંભીરતાથી સાંભળીને વાતચીતના માર્ગો ખુલ્લા રાખવા પર ભાર મૂકયો હતો, જેના કારણે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળતી અસ્‍થિરતામાં પણ થોડો ઘટાડો જોવા મળ્‍યો છે.

આ મંત્રણાનો સૌથી મોટો સંદેશ એ છે કે પુતિન હવે પોતાની છબી બદલીને વૈશ્વિક શાંતિ નિર્માતા તરીકે સ્‍થાપિત થવા માંગે છે. રશિયાએ ઈરાન પરના હુમલાઓને રોકવા અને મુત્‍સદ્દીગીરીથી ઉકેલ લાવવા માટે જે શાંતિ સૂત્ર આપ્‍યું છે, તેના પર હવે આખી દુનિયાની નજર છે. શું ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પુતિનની આ યોજનાને સ્‍વીકારીને પヘમિ એશિયામાં શાંતિ સ્‍થાપવામાં સફળ થશે? આ પ્રશ્‍ન અત્‍યારે સૌથી મોટો છે. જો આ પ્રસ્‍તાવ સફળ થાય છે, તો તે માત્ર મધ્‍ય પૂર્વમાં જ નહીં પરંતુ યુક્રેન સંકટના ઉકેલ માટે પણ એક નવો માર્ગ મોકળો કરી શકે છે.

(11:15 AM IST)