હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી, તા.૧૦: લોકસભામાં આજે લોકશાહીના ઇતિહાસનું એક હિંસક અને હાઈ-વોલ્ટેજ ડ્રામા જેવું દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે વિપક્ષી દળોએ એકજૂટ થઈને સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સ્પીકર પર પક્ષપાતનો ગંભીર આરોપ લગાવ્યો છે. ગૌરવ ગોગોઈએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશનું નેતળત્વ નબળું અને કાયર છે. ૫૦થી વધુ સાંસદોના ટેકા સાથે આ પ્રસ્તાવને મંજૂરી મળતા જ હવે ગળહમાં ૧૦ કલાકની લાંબી અને તીખી ચર્ચાના મંડાણ થયા છે, જે આગામી દિવસોમાં દેશના રાજકારણની દિશા નક્કી કરશે.
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર ડેપ્યુટી સ્પીકરનું ખાલી પડેલું પદ બન્યું છે. વિપક્ષનો તર્ક છે કે પરંપરા મુજબ આ પદ વિપક્ષને મળવું જોઈએ, પરંતુ છેલ્લા લાંબા સમયથી તેની નિમણૂક કરવામાં આવી નથી. જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ નિયમોનો હવાલો આપીને સ્પીકરની ગેરહાજરીમાં જગદંબિકા પાલની અધ્યક્ષતા સામે સવાલ ઉઠાવ્યા, ત્યારે ગળહમાં બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓવૈસીએ સ્પષ્ટ કહ્યું કે જે વ્યક્તિની નિમણૂક ખુદ સ્પીકરે કરી હોય, તે સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ વખતે પીઠ પર બેસી શકે નહીં.
સત્તાધારી પક્ષ તરફથી નિશિકાંત દુબે અને કિરેન રિજિજુએ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે નિયમ મુજબ ચેરપર્સન પાસે સ્પીકર જેટલી જ સત્તા હોય છે અને કાર્યવાહી રોકી શકાય નહીં. રવિશંકર પ્રસાદે પણ સરકારનો પક્ષ મજબૂત રીતે રાખ્યો હતો. અંતે, જગદંબિકા પાલે મક્કમતાથી જાહેર કર્યું કે અધ્યક્ષનું પદ ખાલી નથી, તેથી તેઓ કાર્યવાહી ચલાવવા માટે સક્ષમ છે. આ આખી ઘટનાએ સાબિત કરી દીધું છે કે આગામી સમયમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે આરપારની લડાઈ જોવા મળશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM