News of Tuesday, 10th March 2026
અવકાશ વિજ્ઞાનમાં ભારતનો શંખનાદઃ હવે સ્પેસ મેડિસિનમાં પણ દુનિયા પર રાજ કરશે ઈસરો-એઈમ્સ!
બળદગાડાથી શરૂ થયેલી સફર હવે બ્રહ્માંડમાં સ્વાસ્થ્યના રહસ્યો ઉકેલશે : ઐતિહાસિક જોડાણ કેવી રીતે માનવ શરીર પર શૂન્ય ગુરુત્વાકર્ષણની અસરો શોધી કાઢશે અને મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવશે?

નવી દિલ્હી, તા.૧૦: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અને એઈમ્સ નવી દિલ્હીએ સ્પેસ મેડિસિનના ક્ષેત્રમાં ભારતને વિશ્વગુરુ બનાવવા માટે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ગઠબંધન હેઠળ, દેશના ટોચના વૈજ્ઞાનિકો અને ડોકટરો ગગનયાન જેવા માનવ મિશન માટે અંતરિક્ષયાત્રીઓના સ્વાસ્થ્ય રક્ષણ પર સંયુક્ત સંશોધન કરશે. આ ભાગીદારી માત્ર અવકાશ ક્ષેત્રે જ નહીં, પરંતુ પળથ્વી પરના સામાન્ય દર્દીઓ માટે પણ નવી સારવાર પદ્ધતિઓ શોધવામાં સીમાચિホરૂપ સાબિત થશે.
આ સંશોધન મુખ્યત્વે છ મહત્વના ક્ષેત્રો પર કેન્દ્રિત રહેશે, જેમાં માનવ શરીરવિજ્ઞાન, હૃદય અને ચેતાતંત્રનું નિયંત્રણ, સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં હાડકાં અને તાાયુઓનું સ્વાસ્થ્ય, માઇક્રોબાયોમ, જનીન પરિવર્તન અને માનસિક વર્તણૂકનો સમાવેશ થાય છે. શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવ શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે અને લાંબા ગાળાની અવકાશયાત્રા દરમિયાન રોગપ્રતિકારક શક્તિમાં શું ફેરફાર થાય છે, તેની ઊંડી તપાસ એઈમ્સની અત્યાધુનિક લેબોરેટરીઓમાં કરવામાં આવશે.
કરાર પર હસ્તાક્ષર કરતા એઈમ્સના ડાયરેક્ટર ડો.એમ. શ્રીનિવાસ અને ઈસરોના ચેરમેન વી. નારાયણે આ સહયોગને વિકસિત ભારત ૨૦૪૭ તરફનું એક મોટું કદમ ગણાવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત પોતાની સ્વદેશી સ્પેસ બાયોમેડિકલ ટેકનોલોજી વિકસાવશે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનો અને ચંદ્ર મિશનમાં ભારતીય અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષા સુનિヘતિ કરશે. આ ઐતિહાસિક મિલનથી ભારત હવે અમેરિકા અને રશિયા જેવા દેશોની હરોળમાં અવકાશ ચિકિત્સા ક્ષેત્રે અગ્રેસર બનશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
