હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકી રાજકારણમાં ‘હિન્દુ અવાજ’ બુલંદ કરવા મેદાને ઉતર્યા રાખી ઇસરાની: ચૂંટણી પ્રચાર માટે માત્ર 24 કલાકમાં 1 મિલિયન ડોલરનું ફંડ એકઠું કરી સર્જ્યો ઈતિહાસ
કેલિફોર્નિયાના 14મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં ‘ધર્મ અને કર્મ’ના વિજ્ઞાન સાથે રાખી ઇસરાનીની દાવેદારી; ટેક્સાસના પ્રવાસ દરમિયાન મતદારોને જાગૃત કર્યા

ફ્રેમોન્ટ, તા. 10: અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળની મહિલાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. કેલિફોર્નિયાના ફ્રેમોન્ટના જાણીતા વકીલ, વ્યવસાયી અને શિક્ષક રાખી ઇસરાનીએ આગામી કોંગ્રેસનલ ચૂંટણી માટે રણશિંગુ ફૂંકી દીધું છે. જો રાખી ઇસરાની આ ચૂંટણી જીતશે, તો તેઓ કેલિફોર્નિયાથી કોંગ્રેસમાં સેવા આપનાર પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનીને નવો ઈતિહાસ રચશે. તાજેતરમાં ટેક્સાસના આર્લિંગ્ટનમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં તેમણે સમુદાયને રાજકીય રીતે સજાગ થવા હાકલ કરી હતી.
ધર્મને ગણાવ્યું ‘ક્રિયાનું વિજ્ઞાન’
રાખી ઇસરાની માટે ધર્મ માત્ર પૂજા-પાઠ નથી, પરંતુ તેમના મતે તે 'સાર્વત્રિક ક્રિયાનું વિજ્ઞાન' છે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમય અત્યંત ક્રૂર અને વિભાજનકારી નીતિઓનો છે, જેમાં ખાસ કરીને મહેનતુ અને કાયદાનું પાલન કરનાર હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ઇસરાનીએ ભારપૂર્વક કહ્યું કે, "આપણો સમુદાય માત્ર સરળ લક્ષ્ય (Soft Target) ન બની રહે તે માટે આપણે રાજકીય ક્ષેત્રે સક્રિય થઈને આપણો અવાજ મજબૂત કરવો જ પડશે."
માતૃત્વ અને બાળકો તરફથી મળી પ્રેરણા
ચાર કિશોર બાળકોની માતા રાખી ઇસરાનીએ સ્વીકાર્યું કે તેમના બાળકો જ તેમની સૌથી મોટી તાકાત છે. શરૂઆતમાં તેમના પુત્રએ તેમને રાજકારણમાં જોડાતા અટકાવ્યા હતા, પરંતુ પાછળથી તેણે જ રાખીને સમુદાય માટે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા. ખાસ વાત એ છે કે, પોતાની ઉમેદવારી જાહેર કર્યાના માત્ર 24 કલાકની અંદર તેમણે 1 મિલિયન ડોલર (અંદાજે 8.3 કરોડ રૂપિયા) નું ભંડોળ એકઠું કરીને સાબિત કરી દીધું છે કે લોકોમાં પરિવર્તન માટે કેટલી ઉત્સુકતા છે.
સ્થાનિક પ્રશ્નો પર ધ્યાન
કેલિફોર્નિયાના ખાડી વિસ્તાર (Bay Area) માં જીવનનિર્વાહનો વધતો ખર્ચ અને યુવાનો માટે પોષણક્ષમ આવાસની અછત રાખી ઇસરાનીના એજન્ડામાં મોખરે છે. તેઓ માને છે કે આર્થિક મુશ્કેલીઓ યુવાનોમાં માનસિક સમસ્યાઓ પેદા કરી રહી છે. SEWA ઇન્ટરનેશનલ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રાખી ઇસરાનીના સમર્થકો તેમને 'સિંહણ' તરીકે સંબોધે છે, જે કોઈના ટેકાની રાહ જોયા વગર અન્યાય સામે લડવા સક્ષમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
