હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન! હવે તમારો બોસ નહીં પણ ‘AI’ નક્કી કરશે તમારું પ્રમોશન કે છટણી, નવા અભ્યાસમાં થયો મોટો ખુલાસો
૪૬% બિઝનેસ લીડર્સને માણસો કરતા મશીનો પર વધુ વિશ્વાસ; AI પર વધુ પડતી નિર્ભરતાથી લોકોમાં ‘જ્ઞાનાત્મક દેવું’ અને માનસિક નીરસતા વધવાનું જોખમ

નવી દિલ્હી: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી ઓફિસમાં તમારું ભવિષ્ય કોઈ માણસ નહીં પણ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોગ્રામ નક્કી કરશે? એક નવા સર્વેક્ષણમાં જે વિગતો બહાર આવી છે તે કોઈ વિજ્ઞાન કથાથી ઓછી નથી. યુકેના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને બિઝનેસ લીડર્સ હવે પ્રમોશન આપવા કે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા જેવા ગંભીર નિર્ણયો માટે પોતાની બુદ્ધિને બદલે AI ચેટબોટ્સની સલાહ લઈ રહ્યા છે. માર્કેટ રિસર્ચ એજન્સી ‘3-જેમ’ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૬૨% નેતાઓ મોટાભાગના બિઝનેસ નિર્ણયો માટે હવે સંપૂર્ણપણે AI પર નિર્ભર છે.
પોતાના વિચારો પર શંકા અને મશીન પર ભરોસો
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જો કોઈ મેનેજરનો પોતાનો વિચાર AI ની સલાહ સાથે મેળ ન ખાતો હોય, તો ૧૪૦ થી વધુ નેતાઓએ સ્વીકાર્યું છે કે તેઓ પોતાની બુદ્ધિ પર શંકા કરવા લાગે છે અને મશીનના નિર્ણયને સાચો માની લે છે. ૪૬% લીડર્સે તો ત્યાં સુધી કહ્યું છે કે તેમને તેમના માનવ સાથીદારો કરતા AI ની ભલામણો પર વધુ ભરોસો છે. ૨૦૨૫ના ડેટા મુજબ, ૨૭% લોકોએ સ્વીકાર્યું છે કે છટણી જેવા કઠોર નિર્ણયો લેવા માટે પણ તેઓ AI ની મદદ લઈ રહ્યા છે.
‘જ્ઞાનાત્મક થાક’ અને માનસિક ક્ષમતામાં ઘટાડો
નિષ્ણાતો આ વલણને ‘જ્ઞાનાત્મક દેવું’ (Cognitive Debt) તરીકે ઓળખાવી રહ્યા છે. ડેનિશ મનોચિકિત્સક સોરેન ઓસ્ટરગાર્ડે ચેતવણી આપી છે કે AI પરની આ આંધળી નિર્ભરતા માનવીની ઊંડાણપૂર્વક વિચારવાની ક્ષમતાને નષ્ટ કરી રહી છે. જેમ સેલ્ફ-ડ્રાઇવિંગ કારમાં ડ્રાઇવર રસ્તા પરથી ધ્યાન હટાવી લે છે, તેમ ઓફિસમાં બોસ પણ હવે પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું બંધ કરી રહ્યા છે. કાર્નેગી મેલોન અને માઇક્રોસોફ્ટના અભ્યાસ મુજબ, આનાથી લોકોમાં માનસિક નીરસતા આવી શકે છે.
ભાવિ પેઢી માટે મોટો ખતરો
આ અસર માત્ર ઓફિસ પૂરતી મર્યાદિત નથી. MIT ના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ChatGPT જેવા સાધનો યુવાનોમાં વિવેચનાત્મક વિચારસરણી (Critical Thinking) ને ખતમ કરી રહ્યા છે. જે બાળકો દરેક જવાબ માટે AI પર આધાર રાખે છે, તેમની મગજની સક્રિયતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. નિષ્ણાત નતાલિયા કોસ્મિનાના જણાવ્યા મુજબ, જે બાળકોનો માનસિક વિકાસ થઈ રહ્યો છે, તેમના માટે AI સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે તે તેમની નવી વસ્તુઓ શીખવાની કુદરતી ક્ષમતાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
