હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક હાહાકાર: ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા G7 દેશો લેશે મોટો નિર્ણય; કટોકટીના ભંડારમાંથી 400 મિલિયન બેરલ તેલ ખુલ્લું મુકવાની તૈયારી!
યુએસ-ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે તેલ બજારમાં ભડકો; હોર્મુઝ સ્ટ્રેટ લકવાગ્રસ્ત થતા ભાવ $150ને પાર જવાની દહેશત, ભારત જેવા દેશો પર મોટું આર્થિક સંકટ

નવી દિલ્હી : વિશ્વભરમાં વધી રહેલા ઈંધણના ભાવ અને ક્રૂડ ઓઈલની અછતને રોકવા માટે હવે 'ગ્રુપ ઓફ સેવન' (G7) દેશોએ મેદાને આવવું પડ્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના તણાવને કારણે વૈશ્વિક બજારમાં તેલની સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ કટોકટીને ખાળવા માટે G7 દેશો તેમના વ્યૂહાત્મક તેલ ભંડારમાંથી 300 થી 400 મિલિયન બેરલ તેલ મુક્ત કરવાનું વિચારી રહ્યા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો હસ્તક્ષેપ માનવામાં આવી રહ્યો છે.
ઐતિહાસિક કટોકટી અને ભાવમાં ઉછાળો
સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ ચાર વર્ષમાં પ્રથમ વખત બેરલ દીઠ $114 ને વટાવી ગયા હતા. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીના કારણે વૈશ્વિક તેલ પુરવઠાનો લગભગ 20% ભાગ પર્સિયન ગલ્ફમાં ફસાઈ ગયો છે. ઈરાક, કુવૈત અને યુએઈ જેવા મોટા તેલ ઉત્પાદક દેશો પાસે હવે સંગ્રહ કરવાની જગ્યા ન હોવાથી તેમણે ઉત્પાદન ઘટાડવાની કે બંધ કરવાની ફરજ પડી છે. બજારના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સ્થિતિ જારી રહેશે, તો ક્રૂડ ઓઈલ ટૂંક સમયમાં $150 પ્રતિ બેરલની સપાટી વટાવી શકે છે.
ભારતીય અર્થતંત્ર પર જોખમની તલવાર
તેલના વધતા ભાવની સૌથી મોટી અસર ભારત જેવા આયાત-આધારિત અર્થતંત્રો પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ મોંઘું થતા ભારતમાં ફુગાવો વધવાનો અને મોંઘવારી બેકાબૂ બનવાનો ભય છે. આ વૈશ્વિક અસ્થિરતાની અસર શેરબજાર પર પણ પડી છે, જ્યાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 3% થી વધુનો મોટો કડાકો જોવા મળ્યો છે. રોકાણકારોમાં વૈશ્વિક મંદીનો ફફડાટ વ્યાપ્યો છે.
G7 ની મહત્વની બેઠક અને રણનીતિ
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના સંકલન હેઠળ G7 ના નાણામંત્રીઓ આજે એક મહત્વની બેઠક યોજવાના છે. આ બેઠકમાં કટોકટીના ભંડારમાંથી 30% જેટલો જથ્થો બજારમાં લાવવાની દરખાસ્ત પર મહોર લાગી શકે છે. જો આટલો મોટો જથ્થો બજારમાં આવશે, તો તેલના ભાવમાં ચાલી રહેલી તેજીને થોડો વિરામ મળી શકે છે અને ઉર્જા બજારમાં સ્થિરતા આવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
