હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વર્લ્ડ કપ ટ્રોફી પર 'ધર્મયુદ્ધ': ટીમ ઈન્ડિયા મંદિર ગઈ તો કીર્તિ આઝાદે ઉઠાવ્યા સવાલ, ખુશ્બુ સુંદરે આપ્યો જડબાતોડ જવાબ - "ટ્રોફી કોઈ એકની નહીં, 140 કરોડ ભારતીયોની છે!"
ન્યૂઝીલેન્ડને હરાવી વિશ્વવિજેતા બનેલી ટીમ ઈન્ડિયા હનુમાન મંદિરે પહોંચતા વિવાદ; આઝાદે કહ્યું- 'મસ્જિદ-ચર્ચ કેમ નહીં?', ભાજપ નેતા સુંદરે યાદ અપાવ્યું- 'હું મુસ્લિમ હોવા છતાં ભગવાનને પ્રાર્થના કરું છું'.

મુંબઈ : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક વિજય મેળવીને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જ્યો છે, પરંતુ આ જીતની ઉજવણી હવે રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વિજયી ટીમ ટ્રોફી સાથે અમદાવાદના પ્રસિદ્ધ હનુમાન મંદિરના આશીર્વાદ લેવા પહોંચી. પૂર્વ ક્રિકેટર અને રાજકારણી કીર્તિ આઝાદે આ બાબતે ટીકા કરતા સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા, જેના જવાબમાં અભિનેત્રી અને ભાજપ નેતા ખુશ્બુ સુંદરે આકરી પ્રતિક્રિયા આપી છે.
શું છે કીર્તિ આઝાદનો આક્ષેપ?
1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા કીર્તિ આઝાદે ટીમ ઈન્ડિયાની આ મંદિર મુલાકાતને 'શરમજનક' ગણાવી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, "જ્યારે અમે 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં કપ જીત્યો હતો, ત્યારે અમારી ટીમમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી બધા જ હતા. આ ટ્રોફી આખા ભારતની છે, માત્ર એક ધર્મની નહીં. ટ્રોફીને માત્ર મંદિરે જ કેમ લઈ જવામાં આવી? તેને મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારામાં કેમ ન લઈ જવાય? સિરાજ કે સંજુ સેમસને ક્યારેય તેને પોતાના ધાર્મિક સ્થળોએ લઈ જવાની જીદ નથી કરી."
ખુશ્બુ સુંદરનો પલટવાર
કીર્તિ આઝાદના આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. ખુશ્બુ સુંદરે વળતો પ્રહાર કરતા કહ્યું કે, "હું પોતે મુસ્લિમ છું, પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયા રમતી હોય ત્યારે હું અલ્લાહ અને ભગવાન બંને પાસે ભારતની જીત માટે દુઆ માંગુ છું. આ ટ્રોફી દરેક ભારતીયના ગર્વનું પ્રતીક છે. ખેલાડીઓની શ્રદ્ધા પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રોફી ભારતની છે અને કોઈ પણ ભારતીય તેની ઉજવણી ગમે ત્યાં કરવા માટે સ્વતંત્ર છે.
સોશિયલ મીડિયા પર યુદ્ધ
કીર્તિ આઝાદે જય શાહ અને સૂર્યકુમાર યાદવના પરિવારનો ઉલ્લેખ કરીને આ વિજયને વ્યક્તિગત કે ધાર્મિક રંગ ન આપવા સલાહ આપી હતી. જોકે, ક્રિકેટ પ્રેમીઓ આ બાબતે વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે રમતને ધર્મથી દૂર રાખવી જોઈએ, જ્યારે મોટાભાગના ચાહકોનું કહેવું છે કે જીત બાદ ઈશ્વરનો આભાર માનવો એ ખેલાડીઓની વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
